કચવાટ:નસવાડીમાં કન્યાઓ રસી લેતાં રડી તો વોર્ડન, આશા ફેસિલેટરે સમજાવી વેક્સિનેશન કરાવ્યું

નસવાડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તણખલા સ્કૂલમાં કેટલીક છાત્રાના વાલીઓમાં સંમતિ પત્ર ભરતી વેળા કચવાટ

નસવાડી તાલુકાની તણખલા ખાતે આવેલ આદિજાતિ સ્કૂલમા આદિવાસી કન્યાઓને રસી આપવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં કેટલાય વાલીઓ સંમતિ પત્ર આપ્યા હતા. જ્યારે કેટલાક વાલીઓ હોસ્ટેલ પર આવ્યા પરતું સંમતિ પત્ર આપતા પહેલા કચવાટ અનુભવ કર્યો હતો. જેમાં ઝરવાનીના વાલી મનુસખભાઈ વસાવા, રમણભાઈ વસાવા તેમની દિકરીને રસી લીધા બાદ કઈ થાય તો કોણ જવાબદાર ના પ્રશ્ન કર્યા હતા. કલાક સુધી વાલીઓ-દીકરી વચ્ચે ચર્ચા થઈ હતી.

આખરે દીકરીને પણ રસી લેવી ન હોય પરંતુ હોસ્ટેલમા રહેતી હોય આખરે સંમતિ વાલીએ આપી હતી. બન્ને વાલીઓએ જણાવ્યું કે, ‘અમે ડુંગરમા રહીએ. કશું થયું નથી. અમે રસી લીઘી નથી’નું જણાવ્યું હતુ. જ્યારે કન્યાઓ રસી લેતા બીક લાગતી હોઇ વોર્ડન મહિલા, આશા મહિલા માતાની સોળ બની કન્યાઓને હૂંફ આપી રસી અપાવી હતી. જ્યારે પહેલી વખત રસી લેનાર કન્યાઓ કચવાટ વગર રસી લે તેવો સંદેશો પણ આપ્યો હતો. વાલીઓ અભણ હોય કન્યાઓ જાતે સંમતિ પત્ર લખતી હતી.

અન્ય સમાચારો પણ છે...