ચૂંટણીનો ઉત્સાહ:બહારગામ મજૂરી કામ માટે ગયેલ મતદારો નસવાડી આવ્યા

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકામાં મતદારો મતદાન કરવા પોતાના માણીતા સરપંચને  જીતાડવા મતદાન કરવા ઠંડીમાં આવ્યા હતા. - Divya Bhaskar
નસવાડી તાલુકામાં મતદારો મતદાન કરવા પોતાના માણીતા સરપંચને જીતાડવા મતદાન કરવા ઠંડીમાં આવ્યા હતા.
  • સરપંચોની ચૂંટણીનો ઉત્સાહ મતદારોને વતન ખેંચી લાવ્યો
  • ટેમ્પો બહાર લટકીને મતદારો મોડીરાત્રે નસવાડી આવ્યા

એકબાજુ ચૂંટણીની કામગીરીમાં એસ ટી બસો પણ જોતરી દેવાય છે. સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતમાં મજૂરી કામ માટે ગયેલ મતદારો પોતાના સરપંચને જીતાડવા મત આપવા ઠંડીમા ટેમ્પોમા લટકીને અને બાઈક પર નસવાડી પોહચ્યાં હતા. જ્યારે નસવાડી તાલુકાના મતદારોને સૌરાષ્ટ્રથી લઝગરી, ટેમ્પો, ટ્રક, આઇસર ટેમ્પો, ક્રુઝર જીપ, તેમજ અન્ય વાહનો મળી કુલ 80થી 100 વાહનો આવવા રવાના થયા છે.

કેટલાય સરપંચો હજારો રૂપિયા ભાડું ખર્ચ કરી લઝગરી મતદારો ને લેવા મોકલી છે. એકંદરે કડકડતી ઠંડીમા મતદારો મારુતિ વાનના છાપરા પર બેસીને નસવાડી આવ્યા હતા. એસ ટી બસના હોય અને જે બસ આવતી હતી તે હાઉસફૂલ આવતી હોય. અનેક મતદારો જે ફક્ત વોટ કરવા આવ્યા હોય મુશ્કેલીમા મુકાયા હતા. એકંદરે સરપંચોની ચૂંટણીનો ઉત્સાહ મતદારોને વતન ખેંચી લાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...