મતદાન:નસવાડીના મતદારોએ ભાજપ તરફી મતદાન કર્યું

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઝાદી બાદ પણ રસ્તા બન્યા જ નથી
  • શપથ બાદ સૌથી પેહલુ કામ રસ્તાનું ખાતમુહૂર્ત : ધારાસભ્ય

છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા ના ડુંગર વિસ્તાર ના હરખોડ, કુંડા, ગનીયાબારી સાંકડીબારી, ચાવરીયા આ ગામ ના કાચા રસ્તા આઝાદી ના વર્ષો બાદ પાકા બન્યા નથી. છતાંય વિધાનસભા ની ચૂંટણી મા હરખોડ, કુંડા, વાડિયા બુથ મા આવતા આ ગામ ના મતદારો સૌથી વધુ મત કોંગ્રેસ આમ આદમી પાર્ટી ને નહિં પરંતુ ભાજપ ના ઉમેદવાર અભેસિંહ તડવી ને આપ્યા છે. અને ભાજપ ના ઉમેદવાર જીત્યા છે. અને સરકાર પણ ભાજપ ની બની રહી છે.

આઝાદી ના વર્ષો બાદ પણ ડુંગર વિસ્તારના લોકો હેરાન છે. આજે પણ સરકારી શાળાના શિક્ષકોથી લઈ આરોગ્ય સ્ટાફ આંગણવાડી બહેનો ડુંગર વિસ્તારના આ ગામડાઓમા જવાની મુશ્કેલી વેઠી રહ્યા છે. ખાસ કરી ને 108 આ ગામડાઓમા જતી નથી. રસ્તા ના અભાવે ભારે દુઃખ વેઠતા ગ્રામજનો તરફ હવે નવી સરકાર ધ્યાન આપીને નવા રસ્તા બનાવે તેવી ગ્રામજનોની માગણી છે.

મારું સૌથી પહેલુ કામ પ્રજા માટે ડુંગર વિસ્તારના રસ્તા બનાવવાનુ છે
ડુંગર વિસ્તારના કાચા રસ્તા મંજુર છે. જે હવે કામગીરી શરૂ કરાવવા હું ખાત મહુર્ત કરીશ. બીજું કોઈ કામ હાથ પર નહિ. ફક્ત ડુંગર વિસ્તારના મતદારોએ વિશ્વાસ મૂકી ફરી મને જીતાડ્યો છે. એટલે સૌથી પહેલુ કામ પાકા રસ્તાનું કરવાનું છે. સાત કિલોમીટર પગપાળા જઈ ને મને મત આપ્યો છે. જેનુ રુણ હવે હું અદા કરીશ.રસ્તા પાણી આરોગ્ય સુવિધા મારી પેહલી પાયોરેંટી રહેશે.> અભેસિંહ તડવી, ધારાસભ્ય સંખેડા

અન્ય સમાચારો પણ છે...