તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકત:નસવાડીમાં પોલીસની કામગીરી જોવા વડોદરા રેન્જ IGની મુલાકાત

નસવાડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી પોલીસ સ્ટેશનમા વડોદરા રેન્જ આઈ જી મુલાકત કરી પોલીસને પ્રશ્નો પૂછ્યા. - Divya Bhaskar
નસવાડી પોલીસ સ્ટેશનમા વડોદરા રેન્જ આઈ જી મુલાકત કરી પોલીસને પ્રશ્નો પૂછ્યા.
  • સ્ટાફને કોઈપણ રજૂઆત કરવા રેન્જ આઈજીએ પૂછ્યું

નસવાડી તાલુકો 212 ગામ ધરાવતો તાલુકો છે. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નસવાડી પોલીસની છે. નસવાડી પોલીસ સ્ટેશનની હદમાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનથી લઈ અન્ય કામગીરી હોય ઉચ્ચ અધિકારીઓ પોલીસની કામગીરીનું નિરીક્ષણ કરતા હોય છે. જેમાં છોટાઉદેપુર એસપી, ડીવાયએસપી જેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્યાન આપતા હોય છે. જ્યારે જિલ્લા રેન્જ આઈજીની પણ દેખરેખમાં પોલીસ સ્ટેશન આવતા હોય જેને લઈ વડોદરા ઈન્ચાર્જ રેન્જ આઈજી એમ.એસ ભરાડા નસવાડી પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શનને લગતી કામગીરીને લઈ મુલાકાત કરી હતી.

જેમાં નસવાડી પોલીસને કોઈ રજૂઆત હોય તો પૂછપરછ કરી હતી. સાથે તાલુકામાં ગુનાની પ્રવૃતિ અને અકસ્માત સાથે કેવા ગુના બને છે બાબતે પોલીસ સાથે ચર્ચા કરી હતી. વડોદરા રેન્જ આઈજીના હસ્તે પોલીસે પકડેલ મુદ્દામાલ અને ત્યારબાદ કોર્ટથી જે મુદ્દામાલનું નિરાકરણ આવ્યું હતું તે મુદ્દામાલમાં બાઈક જેતે માલિકને રેન્જ આઈજીના હસ્તે અપાઈ હતી.વડોદરા રેન્જ આઇજી સાથે છોટાઉદેપુર એસપી, ડીવાયએસપી સાથે તમામ પોલીસ અધિકારીઓ નસવાડી પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...