મુલાકાત:કોઠિયા, ચામેઠા ગામના કપાસના ખેતરોમાં કૃષિ નિષ્ણાતોની મુલાકાત

નસવાડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઠીયા, ચામેઠાના ખેતરોમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, કૃષિ નિષ્ણાતોએ કપાસના છોડ જોઈ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. - Divya Bhaskar
કોઠીયા, ચામેઠાના ખેતરોમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, કૃષિ નિષ્ણાતોએ કપાસના છોડ જોઈ ખેડૂતો સાથે ચર્ચા કરી હતી.
  • કપાસના છોડના સેમ્પલ લઈ કૃષિ યુનિવર્સિટીમાં મોકલાયા
  • કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને મળીને સમજણ અાપવામાં આવી

નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. વરસાદી આધારિત ખેતી કરતા ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યા બાદ કપાસના છોડ લીલાછમ ખેતરોમાં લહેરાઈ રહ્યા હતા. બે દિવસથી ખેડૂતોના ખેતરમા કપાસના છોડનો કલર અચાનક બદલાઈ ગયો હતો. જેમાં 2થી 3 ફૂટની ઉંચાઈ ધરાવતા કપાસના છોડના ઉપરના પાંદડા સંકોચાઈ ગયા છે. અને ભીંડીની ભાજી હોય તેવા કપાસના ઉપરના છોડના પાંદડા થવા લાગતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.

આ અંગેનો એહવાલ પ્રસિદ્ધ કરતા, છોટાઉદેપુર જિલ્લા ખેતીવાડી અધિકારી સંજય ભગરીયા, મદદનીશ ખેતી નિયામક નિરવ દલસાનિયા સાથે કૃષિ નિષ્ણાતો ખેતીના જાણકાર અને તાલુકાના ગ્રામ સેવકો ખેતરોની મુલાકત કરી હતી. ખેડૂતોને તેમના કપાસના પાક બાબતે શુ કરવુંની સમજ આપી હતી.

ખાસ કરીને ભરૂચ જિલ્લા મા જે ખેડૂતોના પાકને કોઈ વાયરસ અસર કર્યો છે. તેવો નસવાડી તાલુકા ના ખેતરોમા જણાઈ આવ્યું નથી. છતાંય કપાસના છોડના સેમ્પલ લઈ આણંદ કૃષિ યુનિવર્સિટીમા મોકલાવેલ છે. હાલ જિલ્લા તંત્ર દ્વારા ખેતરોમા વાતાવરણને લાગતો પાકમાં બદલાવ થયોનું જણાવ્યું છે. જ્યારે ખેડૂતો હમણાં તો કપાસના છોડના કલરને જોઈ કપાસના વૃદ્ધિ કરણને લઈ ભારે ચિંતામા મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...