બેદરકાર તંત્ર:નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં વિકાસના કામોથી ગ્રામજનો અજાણ

નસવાડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીની લાઈનો, મિનિ ટાંકી, સોલાર ટાંકી સહિત રોડના કામો આડેધડ ચાલે છે

નસવાડીના ડુંગર વિસ્તારમાં હાલ જ્યા જુવો ત્યાં મોટા જેસીબી મશીનો, હીટાચી મશીનો ચાલે છે. ક્યાંક ટાંકીનું કામ ચાલે છે. તો ક્યાંક પાઈપ લાઈનો તો ક્યાંક સોલાર ટાંકીનું કામ ચાલે છે. તો ક્યાંક નવીન રોડ બની રહ્યા છે. ક્યાંક નલ સે જલ નું કામ ચાલુ છે. જે કામગીરીમાં આડેધડ નવીન રોડ તોડી નખાયા છે. તો ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ નવીન રોડ તોડી નખાયા છે. રોડની બાજુમા પાઇપો નાખી છે. તેની માટીના થર હજુ ડામર રોડ પર પડી રહ્યા છે. ત્યારે આડેધડ સરકારલક્ષિ યોજનાના કરોડોના ખર્ચે ચાલી રહેલા વિકાસના કામોથી ડુંગર વિસ્તારના ગ્રામજનો અજાણ છે.

કામગીરી બાબતે કોઈ ગ્રામજનોને જાણ કરતા જ નથી. અને કોઈ પૂછે તો સરકારી કામ છે. તમારે દખલગીરી કરવી નહીં તેવા જવાબો મળી રહ્યા છે. નસવાડી તાલુકામા પાણીની લાઈનો નાંખવા માટે કામગીરી ચાલે છે. તેમાં કોઈ સાહેબો સ્થળ પર આવતા નથી. કે હોતા નથી. શુ કામગીરી, કેવી કામગીરી કેવી ગુણવતાનો મોટો પ્રશ્ન છે. પરંતું કોઈ જોવા વાળું ન હોઇ, આદિવાસી સમાજના લોકો હવે રોષે ભરાયા છે. અને સરકારલક્ષિ યોજનાના તેમના વિસ્તારના ગામડામાં ચાલી રહેલા વિકાસના કામોથી સૌથી પેહલા તો ગ્રામ પંચાયત સરપંચ, તલાટી જ અજાણ છે.

તો કામગીરી કોણ કરે છે. કઈ એજન્સીઓ કરે છે. એ બાબતે કોઈ જાણકારી ન હોઇ આદિવાસી સમાજમા રોષ ઉઠ્યો છે. અને જિલ્લા કલેકટરને સમાજ દ્વારા વિસ્તારના ચાલી રહેલા કામો બાબતે જેતે યોજના અધિકારીઓ ગ્રામજનોને સમજ આપે તેવી માંગ કરી છે.

સરકારલક્ષી કામોની આદિવાસી ગ્રામજનોને કોઈ સમજ અપાઈ નથી
જે કામગીરી થાય છે. તેમાં ગ્રામજનો જેતે કામગીરી કરનાર એજન્સીઓને પૂછે તો કોઈ જવાબ મળતા નથી. અને આડેધડ કામગીરી થાય છે. જો કામગીરી બાબતે તંત્ર ધ્યાન નહિ આપે તો બધા કામ અમો બંધ કરાવી અધિકારીઓને સ્થળ પર બોલાવીશું. અમને કામગીરી બાબતે સમજ આપે તેવી માંગ છે. - ડું ભીલ વેંચતા ભાઈ, આદિવાસી આગેવાન

અન્ય સમાચારો પણ છે...