તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર રિયાલિટી ચેક:રેશનના અનાજ માટે કોરોનાની રસી લે છે ગ્રામજનો

નસવાડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસી લેવા પહોંચેલા ગ્રામજનો કે જે રસી કેમ લેવાની છે, કયા રોગની છે તે પણ જાણતાં નથી - Divya Bhaskar
રસી લેવા પહોંચેલા ગ્રામજનો કે જે રસી કેમ લેવાની છે, કયા રોગની છે તે પણ જાણતાં નથી
  • નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગ્રામજનોને હજુ સુધી એ વાતની ખબર નથી કે કોરોના શું છે, અહીં કેટલાંકે રેશનના અનાજ માટે રસી લીધી છે, તો કેટલાંકે હજુ સુધી રસી લીધી જ નથી
  • કોરોના નહીં પેટનો ખાડો પૂરવા માટે થાય છે રસીકરણ
  • નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગ્રામજનો કોરોના વાઇરસ કે તેનાથી થતા નુકસાનથી જ અજાણ છે
  • ધારસિમેલ, હરખોડ, કુંડા ગામો એવા છે કે જ્યાં લોકો કહે છે, કોઇ શરદી-ખાંસીનો રોગ છે, એની રસી અમે લીધી છે

નસવાડીના ડુંગર વિસ્તારના કુંડા, હરખોડ, ધારસિમેલના ગ્રામજનો કોરોના વાયરસથી અજાણ છે. ડુંગર વિસ્તારમા હાલ કોરોના વેક્સિનને લગતી કામગીરી ચાલે છે. પરતું આદિવાસી વિસ્તારના અંતરિયાળ ગામડામા વેક્સિન શુ છે તે બાબતે કોઈ સમજ નથી. કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. અને અનેક લોકો મોતને ભેટ્યા હતા.

નસવાડીના ડુંગર વિસ્તારમાં કોરોના વાયરસની બીમારીની જાહેરાત સાથે લોક જાગૃતિના કાર્યક્રમ અને જિલ્લા સ્તરેથી વેક્સિનને લગતા ટેબ્લો પણ ગામે ગામ ફર્યા હતા.પરતું એ બધી કામગીરી ફક્ત ફોટો શેશન પૂરતી હોય તેમ ફળ્યું છે. કોરોના વેક્સિન લેતા ગ્રામજનો હાલમા રસી લઈ રહ્યા છે. પરતું તે કેમ લે છે તે પણ તેમને ખબર નથી. ગ્રામજનો અનાજ લેવું હોય તો રસી લેવી પડશે તેમ જાણીને રસી લઈ રહ્યા છે.

રસી લે તો જ અનાજ મળે એવું કંઈ છે નહીં, પરંતુ અનાજ લેવા આવે અને રસી લે તો સારું એ અભિગમ
અનાજ લેવા આવે તો રસી લીધી હોય તો અમે સૂચન કર્યું છે.રસી લેવાનું રેશનિગ ની દુકાનો પર વેક્સિન ને લગતી કામગીરી સારી થાય છે.માટે આ અભિગમ અપનાવ્યો છે.બાકી અનાજ રસી લે તોજ મળે એવું નથી. > કલ્પિતભાઈ, પુરવઠા મામલતદાર નસવાડી

અમે રસીકરણ રાખીએ છીએ પણ લોકો આવતા નથી, અમે ફરજ નિભાવીએ છીએ, સ્ટાફનો પણ અભાવ છે
અમે રસીકરણનું સેશન રાખીએ છીએ. પણ લોકો રસી લેવા આવતા નથી.રસ્તો વર્ષોથી બન્યો નથી. અમે અમારી ફરજ નિભાવીએ છે. સ્ટાફનો પણ અભાવ છે. 22 ગામ વચ્ચે બે એફ એચ ડબ્લ્યુ છે. રસીકરણની કામગીરી દરરોજ અલગ અલગ ગામમાં બદલાય છે. > લુહાર ધર્મેશભાઈ, એસ આઈ સેન્ટર, ધારસિમેલ

કોઇ શરદી ખાંસીના રોગની રસી લેવાની છે
શરદી ખાસી તાવ નો કોઈ રોગ છે પણ ખબર નથી શુ છે. રસી લેવાની બાકી છે. > બચુભાઈ, ગ્રામજન ધારસિમેલ

રસી લીધી છે, રોગમાં શું થાય છે તે ખબર નથી
રસી લીધી છે. કોઈ રોગ છે, કોરોનાની વાત સાંભળી છે પણ તેમાં શુ થાય એ ખબર નથી. > બીજાભાઈ, ગ્રામજન ધારસિમેલ

રસી લીધી છે પણ અમને રોગની ખબર નથી
રસી લીધી છે. રોગની ખબર નથી. અનાજ લેવાનું છે તો રસી લીધી છે. કુમેઠા ગામે લીધી હતી. > માંગતિયાભાઈ, ગ્રામજન ધારસિમેલ

અનાજ લેવા જઇએ તો રસીનું કાગળ માંગે છે
રસી આજે ધારસિમેલ જઈ લીધી છે. કુમેઠા અનાજ લેવા જાય તો રસીનો કાગળ માગે છે. રોગની કઈ ખબર નથી. > પાદરીયાભાઈ, ગ્રામજન કુંડા

અન્ય સમાચારો પણ છે...