તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોષ:રામાપ્રસાદીમાં રોડ અને નાળાનું ધોવાણ થતાં ગ્રામજનો દ્વારા R&B વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયાં

નસવાડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના રામાપ્રસાદી ગામે એપ્રોચ રોડ અને નાળુ તૂટી ગયેલ હોઇ ગ્રામજનો દ્વારા સરકારી તંત્ર સામે આક્રોષ ઠાલવી ભારે સુત્રોચાર કર્યા હતા. - Divya Bhaskar
નસવાડી તાલુકાના રામાપ્રસાદી ગામે એપ્રોચ રોડ અને નાળુ તૂટી ગયેલ હોઇ ગ્રામજનો દ્વારા સરકારી તંત્ર સામે આક્રોષ ઠાલવી ભારે સુત્રોચાર કર્યા હતા.
  • ગ્રામજનોએ 5 વખત કામ અટકાવ્યું હતું છતાંય અધિકારીએ ધ્યાન ન આપ્યું અને કામ ચાલુ રખાયું હતું
  • સરકારી તંત્ર અને આર એન્ડ બી જ કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહન આપી રહ્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

છોટાઉદેપુરના નસવાડી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા 3 વર્ષ પહેલા 3 રોડના પેકેજમા 363 લાખના ખર્ચે રામાપ્રસાદી એપ્રોચ રોડ, સાથે દમોલી હમીરપુરા, જામ્બા જીતનગર રોડની કામગીરી યશ કન્સ્ટ્રકશન દ્વારા કરાઈ હતી. જેમાં નવીન રોડ સાથે વર્ષોથી દુઃખ ભોગવતા ગ્રામજનો માટે રામાપ્રસાદીના ગ્રામજનોની સુવિધા માટે મોટું 45 મિટરનું 6 રોનું પાઈપ નાળુ બનાવાયું હતું. જે રામાપ્રસાદી ગામે પહેલા વર્ષે જ આ એપ્રોચ રોડ ધોવાઈ ગયો હતો. ત્યારે ગ્રામજએ રજૂઆત કરી હતી.

છતાંય આર એન્ડ બી વધુ ધ્યાન ન આપ્યું અને પાઈપ ભરાઈ ગયા હોવાથી આખરે બીજા જ વર્ષે વરસાદનું પાણી કોતરમા આવ્યા બાદ પાઈપમાંથી પાણીનો નિકાલ ન થતા પાણી જોર કરી પાઈપ નાળાની આગળનો એપ્રોચ સાથે નાળાની આર સી સી દીવાલો તોડી પાડી એક 30 મિટરનું મોટું નવું કોતર પડી ગયું હતું. અને તે કોતર પડતા જ ખેતરનું ધોવાણ થયું છે. બધા ગ્રામજનો હાલાકી ભોગવે છે. બાળકો શિક્ષકો વધુ હેરાન છે. ચોમાસામા હવે જવા માટે અન્ય રસ્તો પણ નથી. મતલબ હતું તેવુંને તેવું. ઊલટું પેહલા સારું હતું, તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે.

સરકાર વિકાસ માટે કરોડો રૂપિયા વાપરે છે. પરંતુ અધિકારીઓ બેજવાબદાર બન્યા હોઇ સ્થળની કામગીરી ના જિલ્લા કક્ષાએ પોતાની રીતે તાલુકાના અધિકારીઓ સારા રિપોર્ટ કરે છે. જ્યારે આર એન્ડ બીના અધિક્ષક ઇજનેર જાત નિરીક્ષણ કરતા નથી. કરોડોના ખર્ચ બાદ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. ગામડામા વર્ષો બાદ રોડ અને નાળુ બન્યાના બે વર્ષમા બધું તૂટી જાય તો કામગીરીની ગુણવતા પર પ્રશ્નો ઉભા થાય છે.

રોડ અને નાળુ તૂટી ગયું છે તો કેમ કોઈ અધિકારી જોવા આવ્યા નથી. આ કામગીરીના રૂપિયા ચૂકવાઈ ગયા છે. ડિપોઝિટ છૂટી થઈ જતી હોય તો આવું કામ કરવા માટે સરકારી તંત્ર આર એન્ડ બી જ કોન્ટ્રાકટરોને પ્રોત્સાહન આપી રહ્યું છે. તો રજૂઆત કોણે કરવી? તેમ ગ્રામજનો જણાવ્યું છે. આર એન્ડ બી વિરુદ્ધ બધા ગ્રામજનો ભારે સુત્રોચાર કરી કામની રાજ્ય અને જિલ્લા કક્ષાએથી સચોટ તપાસ થાય અને કામ ફરી કરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...