ગ્રામજનોનો આક્ષેપ:રાયપુરમાં બની રહેલી પાણીની ટાંકીમા ભ્રષ્ટાચાર થતા ગ્રામજનો દ્વારા સૂત્રોચ્ચાર

નસવાડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાયપુરમાં ફળીયા કનેકટીવીટીને લઈ બની રહેલ RCC પાણીની ટાંકીમાં  ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેુપ કરાયો છે. - Divya Bhaskar
રાયપુરમાં ફળીયા કનેકટીવીટીને લઈ બની રહેલ RCC પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેુપ કરાયો છે.
  • ફળીયા કનેક્ટિવિટી થકી ગામમા પાણીની સુવિધાને લઈ ગામ નજીક ઊં ચી ટાંકી બની રહી છે
  • ટાંકીના બિમ કોલમ ભરાયા છે, લાઈન-લેવલ વગરનું કામ કરાયુ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. તાલુકાના ગામડામા ઉનાળામા પીવાના પાણીનો પોકાર ઉઠે છે. ત્યારે સરકાર દ્વારા ગામડામા પાણીની સુવિધાઓ સારી થાય તે માટે કરોડોના ખર્ચે કરે છે. છતાંય પાણીની પૂરતી સુવિધાઓ હોતી નથી. જેને લઈ ફળીયા કનેક્ટિવિટી થકી ગામમા પાણીની સુવિધાને લઈ ગામ નજીક ઉંચી ટાંકી બનાવમાં આવી છે. ત્યારે રાયપુર ગામે આર સી સી ટાંકીનું કામ હાલ ચાલી રહ્યું છે. પરંતુ આ ટાંકીના બિંમ કોલમનું કામ કરાયું છે. જે કામમા જેતે એજન્સીએ ભ્રષ્ટાચાર કર્યો હોઇ ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો છે.

આર સી સી ટાંકીનું કામ જેતે મજૂરો ઉચ્ચક કામ કરતા હોય તેમના ભરોષે છે. એટલે આજે સેંટરીગ ઠાકો બિંમ કોલમ ભર્યા એટલે નજીકના બીજા ગામ જવાનું. ત્યાં બિમ કોલમ ભર્યા એટલે ત્રીજા ગામ જવાનું. આમ કોઈ જોવા વાળું ન હોય આડેધડ લાઈન લેવલ વગરનું આર સી સી ટાંકીનું કામ કરાતું હોય રાયપુર ગામના ગ્રામજનો તેમના ગામમા બની રહેલી ટાંકી પાસે ઉભા રહી જે મટેરિયલ આવ્યું છે. તેમાં રેતીમા એકલી માટી આવી છે. તે બતાવી વિરોધ કર્યો છે.

પાણી માટે દુઃખ ભોગવતા ગ્રામજનો માટે આર સી સી ટાંકીનું કામ હોય વર્ષો પછી સરકાર જે કામ મંજૂર કર્યા છે. પાણીની સુવિધાઓ માટે તેને કોઈ જોવાવાળું નથી નું ગ્રામજનો જણાવી વિરોધ કર્યો છે. છોટાઉદેપુર પાણી પુરવઠાનો એક સાહેબ દેખાઈ પડતો નથી. શુ માલ કેવો સિમેન્ટ રેતી કપચી કેવો માપ જાણે કોઈ કહેવા વાળું નથી. તેમ આર સી સી ટાંકીઓના કામ કરાતા હોય ગ્રામજનો ભ્રષ્ટાચાર બંધ કરોના સુત્રોચાર કર્યા હતા અને કાર્યપાલક ઈજેનર જાતે સાઈટ પર આવે ગ્રામજનોને બતાવે આ કામ બરાબર છે કેવું છે અને કામ જોવે તેવી માગ કરી છે.

એક લોટો કોઈએ પાણી છાંટ્યું હોય તો તેને અમે રૂ. 1051 ઈનામ આપીએ
સિમેન્ટને પાણી જોઈએ. ટાંકીનું કામ હલકી ગુણવત્તાવાળું છે. જે કોક્રેટનું ગ્રેડ છે. તેના મુજબ આર સી સી માલ બનતો નથી. મટેરિયલ ટેસ્ટ થાય તો આ રેતી, કપચી, સિમેન્ટનું લેબ ટેસ્ટનો રિપોર્ટ હશે. ઢેફા રેતીનું ટેસ્ટ હશે. ફાચરા કપચીનું ટેસ્ટ અમે પણ કંઈક જાણીએ છે. બાંધકામના નિયમો. આ કામમા એક લોટો કોઈએ પાણી છાંટ્યું હોય તો રૂા. 1051 ઇનામ આપીશું. સાહેબો જોવે તો ખબર પડે. કામ સારું કરો બાકી અમે ગાંધીનગર જઈ તપાસની માગ કરીશું. - રાજેન્દ્રભાઈ રાઠવા, ગ્રામજન, રાયપુર

રેતીમાં એકલી માટીના ઢેફા જ જણાઈ આવે છે
વર્ષો પછી પાણીની સુવિધા માટે ટાંકી બને છે. પણ મજૂરોના ભરોષે બધું જેવું ફાવે તેવું કામ બિમ 9ના કોલમ 12ના અંદર ખાચા દેખાય છે. કપચી બહાર દેખાય સિમેન્ટના લોચા મારે છે. સળીયા બહાર દેખાય રેતીમા માટીના ઢેફા કોઈ જોવા સાહેબો આવતા નથી. આ તે કેવું કામ ભ્રષ્ટાચાર કરી સાહેબો એજન્સીઓ મિલી ભગત છે. કામ સારું થાય અને મોટા સાહેબો આવી રૂબરૂ અમને બોલાવે અને જોવે એવી અમારી માગ છે. કરેલું કામ ઓળબાથી લેવલ અમને બતાઈ દે. - વિક્રમભાઈ રાઠવા, ગ્રામજન, રાયપુર

અન્ય સમાચારો પણ છે...