વિરોધ:ગ્રામજનોનો રોડની કચપી ઉછાડી વિરોધ, આમરોલી, ભરવાડા, છટ્ટી આમલીનો ખખડધજ રોડ ન બનતા ગ્રામજનો દ્વારા વિરોધ

નસવાડી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 91 લાખના ખર્ચે 19 વર્ષે રોડ મંજૂર થયા બાદ એજન્સી દ્વારા કામગીરી શરૂ કરાઈ નથી

નસવાડીના આમરોલી, ભરવાડા, છઠ્ઠીઆમલી રોડ હાલ એટલો ખખડધજ હાલતમા છે કે નવીન બાઈક અને નવીન કાર છ માસમા તૂટીને છૂટી પડી જાય. 5.50 કિમીનો ડામર રોડ ગ્રામજનોના જણાવ્યા મુજબ વર્ષ 2002મા બન્યો હતો. ત્યારથી આમરોલી, ભરવાડા, છઠ્ઠીઆમલી રોડ પર ફક્ત થિંગડા રોડ વિભાગ મારતું આવ્યું છે.

ભરવાડાના ગ્રામજનો 19 વર્ષથી દુઃખ ભોગવતા હોઇ હાલમા વરસાદ બાદ ડામર રોડ જાણે માટી મેટલનો રોડ બન્યો હોય તેવા દૃશ્યો સર્જાયા છે. જેને લઈ ગ્રામજનો આ રોડ પર ઉભા રહી મટેરિયલની કપચી ઉછાળીને વિરોધ કર્યો છે. 91 લાખના ખર્ચે 19 વર્ષે રોડ મંજૂર થયા બાદ એજન્સી દ્વારા કામગીરી શરૂ કરાઈ ન કરાતા રોષ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...