નસવાડી તાલુકાના સીધીકુવા, દમોલી, નખલપુરા આમ ત્રણ જગ્યાએ ડામર પ્લાન્ટ ચાલી રહ્યા છે. ડામર પ્લાન્ટ ચાલુ હોય ત્યારે મુખ્ય ડામર રોડ જ વાહન ચાલકોને દેખાતો નથી. એટલું વાતાવરણ દૂધળું બનતું હોય છે. છતાંય હવે કોઈ ધ્યાન આપવા વાળું જ નથી. કારણ કે ઓફીસમા બેસેલા અધિકારીઓને ખબર ક્યાં શું ચાલી રહ્યું છે.
ત્યારે નસવાડીના પલાસણી ગામે વધુ એક ડામર પ્લાન્ટ શરૂ થાય તે પહેલા જ 60 ગ્રામજનોની સહી સાથે તેમના સ્વાસ્થ્ય અને ડામરના પ્રદુષણથી આજુબાજુના ખેતરોના પાક પર થતી અસર સાથે નસવાડી મામલતદારને પલાસણીના ગ્રામજનો ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું છે.
જેમા ડામર પ્લાન્ટ જ્યાં ચાલે છે ત્યાં આજુબાજુના ખેતરના પાક કાળા પડી જાય છે. અને ડસ્ટ એટલી માત્રમા ઉડે છે કે માણસના સ્વાસ્થ્યને નુકશાન થાય છે. જેવી અનેક રજૂઆત મામલતદારને ગ્રામજનોએ કરી છે. સરકાર વિકાસ કરવા માગે છે.
પરંતુ ખેડૂતોને નુકશાન થાય તેવા ડામર પ્લાન્ટ કોની મંજૂરીથી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે છે તેની રજૂઆત કરાઈ છે. આવા ડામર પ્લાન્ટ શરૂ થવાથી ફકત કોન્ટ્રાક્ટરો માલેતુંજાર બનશે. જ્યારે ખેડૂતો ગ્રામજનો આનાથી દુઃખી બનશે. ત્યારે ડામર પ્લાન્ટ શરૂ ન થાય માટે આવેદપત્ર આપવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.