તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કુકરદામાં આંબા ફળિયાના કટાયેલા હેન્ડપંપ ઉપર લાકડી બાંધી પાણી ઉલેચતા ગ્રામજનો

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કુકરદા ગામે આંબા ફળીયાના હેન્ડપંપ ઉપર લાકડી બાંધી પાણી કાઢતા ગ્રામજનોની તસવીર. - Divya Bhaskar
કુકરદા ગામે આંબા ફળીયાના હેન્ડપંપ ઉપર લાકડી બાંધી પાણી કાઢતા ગ્રામજનોની તસવીર.
  • હેન્ડપંપની ઉપરનું માથું કટાઈ ગયા બાદ તૂટી ગયું હોવાથી ગ્રામજનોને પડતી હાલાકી
  • જે તે વિભાગ સત્વરે હેન્ડપંપ રિપેર કરે તેવી ગ્રામજનો દ્વારા માગ કરવામાં આવી

સરકાર નલ સે જલ યોજના, ઘરે ઘર પાણી પાણીની સુવિધાઓથી સજ્જ ગામડા બન્યા. આ બધા સૂત્ર નસવાડીના ડુંગર વિસ્તારના ગામડામાં ફારસરૂપ બન્યા છે. નસવાડીના ડુંગર વિસ્તારનું સોંથી મોટું ગામ કુકરદા છે. આદિવાસી વસ્તી ધરાવતા ગામમાં વર્ષોથી સુવિધાઓનો અભાવ છે. પરંતુ માણસને પ્રાથમિક જરૂરિયાત એવી પાણી ની સુવિધાઓ માટે પણ હવે મેહનત કરવી પડે છે.

કુકરદા ગામે આંબાફળીયામાં આવેલ હેન્ડપંપનું ઉપરનું માથું કાટ ખાઈ સડી ગયેલ હોઇ તે માથું કેટલાય મહિનાથી તૂટી ગયા બાદ ગ્રામજનોએ પાણીના પ્રશ્ન સર્જાશે કરી હેન્ડપંપ ઉપર વાંસની લાકડી બાંધી છે. એ લાકડી ગ્રામજનો ઊંચકે એટલે પાણી હેન્ડપંપમાંથી નીકળે છે અને એ પાણીનો ઉપયોગ પશુ તેમજ અન્ય કામ માટે કરે છે. સરકાર વર્ષે કરોડો રૂપિયા વિકાસના કામ માટે ફાળવે છે પરંતુ આ રીતે હેન્ડપંપ પર લાકડી બાંધી પાણી ઉલેચવા ગ્રામજનો મજબૂર બન્યા છે તો શું તંત્ર ધ્યાન આપતું નથી.

ગ્રામ પંચાયતમાં પણ લાખ્ખો રૂપિયા ગ્રાન્ટ આવે છે તો પ્રજાલક્ષી સુવિધાઓ માટે ગ્રામજનો ક્યાર સુધી આ રીતે ઝઝૂમતા રહેશે. ગામના ગુલાબભાઈ ભીલના જણાવ્યા મુજબ લાકડું બાંધી પાણી કાઢીએ છે. ત્યારે કુકરદા ગામે તંત્ર પહોંચી ગ્રામજનો માટેનો હેન્ડપંપ રિપેર કરે તેવી માંગ ઉઠી છે. ગામડામાં અધિકારી કર્મચારી જતા હોય તો જ આ પ્રશ્ન હલ થાય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...