તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:નસવાડીમાં પીવાના પાણીની લીકેજ લાઈનમાં ગટરનું દૂષિત પાણી ભળવાનો ગ્રામજનોને ભય

નસવાડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઈસ્કૂલના ગેટ પાસે નળની પાઈપ લિકેજ થવા સાથે ગટરનું વહી રહેલું પાણી જણાય છે. - Divya Bhaskar
હાઈસ્કૂલના ગેટ પાસે નળની પાઈપ લિકેજ થવા સાથે ગટરનું વહી રહેલું પાણી જણાય છે.
  • હાઈસ્કૂલના ગેટ પાસે ગ્રામ પંચાયતના નળની લાઈનમાં ઘણાં સમયથી લીકેજ છે
  • રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કામગીરી કરાતી નથી

નસવાડી એસ. બી. સોલંકી વિદ્યામંદીર પાસેથી પસાર થતી પીવાના પાણીની પાઇપ લાઈન કેટલાય સમયથી લીકે જ છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રા માણી રહ્યું હોય તેમ જણાય છે. જ્યાં પીવાના પાણીનો નળ છે ત્યાં જ ગટર છે. અને એસ. બી. સોલંકી વિદ્યામંદીરમાં પ્રવેશ મેળવવા આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ આ નળમાંથી જ પાણી પીવે છે. તેમજ ત્યાના રહીશો તેમજ સરકારી વસાહતમાં રહેતા 100થી વધુ પરીવારજનો આ પાઇપ લાઈન દ્વારા પાણીનો ઉપયોગ કરે છે.

ત્યારે આ પાઇપલાઈન ઉપરથી જ ગટર પસાર થાય છે. ત્યારે પાઇપ લીકે જ હોવાથી ત્યાંથી પંચાયતનું વોટર વર્ક્સનું પાણી છોડવામાં આવે છે ત્યારે પાણીનો ફુવારો છૂટે છે. અને બંધ થાય ત્યારે ગટરનું પાણી તેમાં ભળી જવાની શક્યતાઓ વધારે દેખાઈ રહી છે. તંત્રને સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવે છે. ત્યારે ગટરના દુષિત પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જાય અને કોલેરા જેવી ભયાનક બીમારી ફાટી નીકળે તો તેનો જવાબદાર કોણ? તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે.

સ્થાનિક ગ્રામજન નારણભાઈના જણાવ્યા મુજબ નરી આંખે રોડ પર દેખાય તેવા કામ થતા નથી. આવું ક્યાર સુધી રહેશે. પાઈપ રિપેરિંગ થાય તો સારું. બાકી હવે વાતાવરણ બદલાયું છે. રોગચાળો એક સામાન્ય બાબતે ફેલાય પછી શું મતલબ? હવે એ જોવું રહ્યું કે આ 100થી વધુ પરિવારોની ચિંતા કરી પંચાયત સત્તાધીશો આ પાઇપના લીકેજનું સ્મારકામ કરાવશે કે પછી રોગચાળો ફાટી નીકળવાની રાહ જોશે. તેવું સ્થાનિક રહિશોમાં ચર્ચા ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...