તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:નનુપુરા ગામે તિલકવાડા બ્રાન્ચ કેનાલના 20 મીટરના ધોવાણના રિપેરીંગની કામગીરી ન થતાં ગ્રામજનોમાં રોષ

નસવાડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
નનુપૂરા ગામ નજીક બ્રાન્ચ કેનાલનું થયેલું ધોવાણ. - Divya Bhaskar
નનુપૂરા ગામ નજીક બ્રાન્ચ કેનાલનું થયેલું ધોવાણ.
  • પાણી હવે વધુ આવશે તો સામેની બાજુનું પણ ધોવાણ થવાનું ખેડૂતો જણાવે છે

નસવાડીથી મેન નર્મદા કેનાલ મારફતે તિલકવાડા બ્રાન્ચ કેનાલ જાય છે. જે બ્રાન્ચ કેનાલ નર્મદા નિગમની હોય નનુપૂરા ગામ પાસે બે વર્ષ પેહલા ડુંગરનું સીધું પાણી રોડ પર આવ્યું હતું. જેને લઈ 20 મિટરથી વધુનો કેનાલમા કટ પડ્યો હતો. એટલે નવો ડામર રોડ સાથે કેનાલ તૂટી ગઈ હતી. ત્યારબાદ તેની કેટલી રજૂઆત બાદ રિપેરીગ કામ કરાયું હતું. એમા પણ ફક્ત કેનાલની લાઈનીગમાં માટી પુરાણ કરાયું હતું.

ત્યારે ખેડૂતો ભારે હેરાન થયા હતા. કેનાલના રોડ અને કેનાલના ધોવાણ બાદ તિલકવાડા, ડભોઈ નર્મદા નિગમના અધિકારીઓ આ બ્રાન્ચ કેનાલ પર જોવા પણ આવ્યા ન હોય અને ફક્ત માટી પુરાણ કરાયા બાદ હાલ ચોમાસાના પહેલા વરસાદમાં ફરી કેનાલની માટી ધોવાઈ છે. બીજા વર્ષે કામગીરી કરાઈ ન હોય જેને લઇ પાણી હવે વધુ આવશે તો સામેની બાજુનું પણ ધોવાણ થવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

નનુપૂરાના ગ્રામજનના જણાવ્યા મુજબ સાહેબો જોવા આવતા નથી. હમણાં ખેડૂતો જ હેરાન છે. લોકોની અવર જવર હોય રાતના કોઈ ઘટના બની જાય તો શું થાય. આ વર્ષે પાણી વધારે આવે તો ફરી કેનાલ તૂટવાની છે. તત્કાલ આરસીસીની કામગીરી કરાય અને ડામર રોડ પણ જે તૂટી ગયેલો ભાગ છે તે બનવવા ગ્રામજનોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...