મામલતદારને આવેદન:નસવાડી તાલુકા 212 ગામની 60 ગ્રામ પંચાયતના VCEઓના કોમ્પ્યૂટર લારીમાં મૂકી સૂત્રોચાર

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના 60 ગ્રામ પંચાયત વીસીઈ કોમ્યુટર લારીમાં મૂકી  બજારમાં સુત્રોચાર કરી નસવાડી મામલતદાર ને આવેદનપત્ર આપ્યું. - Divya Bhaskar
નસવાડી તાલુકાના 60 ગ્રામ પંચાયત વીસીઈ કોમ્યુટર લારીમાં મૂકી બજારમાં સુત્રોચાર કરી નસવાડી મામલતદાર ને આવેદનપત્ર આપ્યું.
  • ‘પગાર નહીં તો કામ નહીં’ ના સૂત્ર સાથે મામલતદારને આવેદન

નસવાડી તાલુકા 212 ગામની 60 ગ્રામ પંચયાતના વી.સી.ઇઓએ પોતાની પડતર માંગણીઓને લઈ અનોખો વિરોધ કર્યો હતો. જેમાં 60 જેટલા વી.સી.ઇઓએ લારીમા કોમ્પ્યુટર મૂકી બજારમા થઈ મામલતદાર કચેરીએ પહોંચ્યા અને સુત્રોચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું. વર્ષોથી કમિશન પર કામગીરી કરતા વીસીઈ હાલ કારમી મોંઘવારીમા પગાર નહીં તો કામ નહીંના સૂત્ર સાથે હડતાલ પર ઉતર્યા છે. ​​​​​​​

થોડા દિવસો પહેલા વીસીઈના સંમેલનમા તેમની પડતર માંગણીઓનો ટુક સમયમા નિરાકરણ માટે રાજ્યના પંચાયત મંત્રીએ હૈયાધારણા આપી હતી. છતાંય માગણીઓ પૂરી ન થઈ. આખરે વીસીઈ હડતાલ પર ઉતર્યા છે. જેને કઈ ગ્રામ પંચાયતની કામગીરીઓ ઠપ્પ થઈ છે. આખરે તંત્ર તેમની માંગણીઓનું નિરાકરણ નહીં લાવે તો આવનારા સમયમા હાથલારી ઠેલવાનો વારો આવશે.

જેથી તેવોએ લારીમા બેસી કોમ્યુટર સાથે રાખી વિરોધ કર્યો હતો. હાલ ગ્રામ પંચાયતમા જે નકલો, દાખલા તેમજ અન્ય કામગીરી બંધ હોય લોકો પણ હેરાન થયા છે. નસવાડી તાલુકાની 60 ગ્રામપંચયાતના વી.સી.ઇઓની હડતાળને લઈ 212 ગામના લોકો હાલાકી પડી રહી છે. નસવાડી તાલુકા સેવાસદન મોટી માત્રમા લોકો તેમના કામને લઈ કલાકો સુધી લાઈનોમા લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...