તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:નસવાડી તાલુકાના VCEને ‘નલ સે જલ યોજના’ના ઘર આંગણે મૂકેલ નળની ડેટા એન્ટ્રીની કામગીરી સોંપાઈ

નસવાડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકા પંચાયતમા વીસીઈને ઓનલાઈન કામગીરી બાબતે સમજ અપાઈ હતી. - Divya Bhaskar
નસવાડી તાલુકા પંચાયતમા વીસીઈને ઓનલાઈન કામગીરી બાબતે સમજ અપાઈ હતી.
  • 98 ગામડામાં ‘નલ સે જલ યોજના’ની કામગીરીના 12 હજારથી વધુ નળની કામગીરીની ડેટા એન્ટ્રી કરશે

નસવાડી તાલુકાની 60 ગ્રામ પંચાયત આવેલ છે અને 212 ગામડા છે. ત્યારે નસવાડી દરેક ગ્રામ પંચાયતમાં VCE કામગીરી કરે છે જે કામગીરીમાં વધારો થયો છે. જેમાં નસવાડી તાલુકા પંચાયતના ટીએલઈ દ્વારા 60 ગ્રામ પંચાયતના વીસીઈને જે ગામમાં ‘નલ સે જલ યોજના’ હેઠળ થયેલ કામગીરીમાં જે ઘર આંગણે નળ મૂકવામાં આવ્યા છે. જે નળના સર્વે સાથે ઓનલાઈન જે ઘર આંગણે નળ છે તે ઘરના વ્યક્તિના આધાર કાર્ડ સાથે ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની કામગીરી વીસીઈને સોંપવામાં આવી છે. જેની કામગીરી કઈ રીતે કરવાની તેની ઓનસ્ક્રીન પર નસવાડી તાલુકા પંચાયતમાં દરેક વીસીઈને સમજ આપવામાં આવી છે.

તેમજ એક નળની ડેટા એન્ટ્રી કરશે તેની કામગીરીનું ચુકવણું પણ અલગથી વીસીઈને આપવાનું જણાવ્યું છે. હાલ તો નસવાડી તાલુકાના વીસીઈઓની કામગીરીમાં ગામડામાં ‘નલ સે જલ યોજના’ની થયેલ કામગીરી બાબતે ઓનલાઈન હાઉસ કનેક્શન ઓનલાઈન ડેટાએન્ટ્રી કરવાની કામગીરીમાં વધારો કરાયો છે. જ્યારે અગાઉ પણ સરકારલક્ષી અનેક ઓનલાઈન કરેલ કામગીરીના નાણાં હજુ ચૂકવાયા ન હોય કેટલાય વીસીઈ બાકી રહેલા પેમેન્ટ બાબતે ચર્ચા કરી છે.

અન્ય સમાચારો પણ છે...