નસવાડીના ડુંગર વિસ્તારમાં ભરઉનાળે પીવાનું પાણી મળવું ખૂબ મુશ્કેલ હોય છે. જેને લઈ સરકાર દ્વારા વાસ્મો આધારિત અનેક પાણી પુરવઠાને લગતી યોજના થકી લોકોના ઘર સુધી પાણી પહોંચે તે માટે પ્રયાસો કરાય છે. પરંતુ નસવાડીના અનેક ગામડામાં આજે પણ ગ્રાઉન્ડ ઝીરોની પાણીની પરિસ્થિતિ કઈ અલગ છે. એમાં પણ નલ સે જલની કામગીરી જેતે એજન્સીઓ દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર કરાય છે. તે બાબતે ધ્યાન અપાતું નથી.
ત્યારે નસવાડીના ડુંગર વિસ્તારના વાડિયા(લા) ગામે 90 એમ.એમ અને 75 એમ.એમની પીવીસી પાઇપો પડી રહી છે. અને પાઇપો ઘર માલિકના જણાવ્યા મુજબ 3 વર્ષથી 500 જેટલી પાઇપો પડી છે. જે કોઈ કામગીરી કરતું નથી કે પાઇપો કોઈ લેવા આવતું નથી. સેવજીભાઈના જણાવ્યા મુજબ ઉનાળામાં પાણીની તકલીફ હલ થાય તે માટે આ પાઇપો થકી કામ કરવાનું હતું પરંતુ કામ થયું નથી.
વાસ્મો પાઇપો પર લખાણ હોય ત્યારે થોડા દિવસો પહેલા સાકળ(પી) ગ્રામ પંચાયત તલાટી, સરપંચ પર હાલમાં વાસ્મો નલ સે જલમાં કામ કરનાર એક કર્મચારી ફોન પર તલાટી પાસે પાઈપનું પેમેન્ટ માગી રહ્યો હતો અને રીતસરનો જેતે કંપનીને પેમેમન્ટ આપવું પડે કરીને જોરજોરથી વાત કરતો હોય કામગીરી થઈ નથી તો પેમેન્ટ કઈ રીતે આપવા બાબતે ભારે વિવાદ સર્જાયો હતો.
ડુંગર વિસ્તારમાં મોટી માત્રમાં પાઇપો પડી રહ્યાની વાત બહાર આવી છે. સરકાર હવે નલ સે જલની વાતો કરે છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ જુદી છે. હવે આ પાઇપોનો ઉપયોગ કરી કામગીરી કરાશે કે કઈ બીજું કારણ છે તે તપાસનો વિષય બન્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.