તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:નસવાડી તાલુકાની 5 રેશનિંગની દુકાનોમાં વેક્સિનેશનની કામગીરી

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 528 વ્યક્તિને શનિવારે કોરોના વિરોધી રસી મૂકવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામા હાલ ગામે ગામ એક જ પોકાર કોરોના રસીનું વેક્સિનેશન. વેકસિનેશન કારણ કે હમણાં સુધી જે કોરોના રસીના વેક્સિનેશનની કામગીરીમાં મંથર ગતીએ ચાલતી હતી. તેમાં સુધારો આવ્યો છે. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લા નવા કલેકટર આવ્યા બાદ સૌથી પહેલા કોરોના વેક્સિનેશનની કામગીરી પર તેઓ ભાર મુક્યો છે. આદિવાસી જિલ્લો હોય અને કોરોનાની બીજી કોરોના દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ત્રીજી લહેરમા શુ થાય તે કહેવું હાલ પણ શક્ય નથી.

ત્યારે કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા સરકાર દ્વારા વેક્સિનેશનની કામગીરીમા બધા વેક્સિન લઈ લે તે માટે નસવાડી તાલુકાની 5 રેશનિંગની દુકાનો પર વેક્સિનની કામગીરી કરાઈ હતી. જેમાં આમરોલી 208, રતનપુર(ક) 130, ખોડીયા 40, નનુપૂરા 110, મોટીઝરી 40 આમ કુલ 528 લોકોનું રેશનિંગની દુકાનો પર કોરોના રસીનું વેક્સિનેશન કરાયું છે.

ખાસ તાલુકા મામલતદાર જાતે રેશનિંગની દુકાનો પર મોનિટરિંગ કર્યું હતું. તાલુકાના બધા અધિકારી સાથે જેમને જવાબદારી સોપાઈ છે તેઓ વ્યવસ્થિત કામગીરી કરે તો નસવાડી તાલુકામા રસિકરણ મોટી માત્રમા થઈ શકે તેમ છે. પરંતુ એકબીજા પર ફક્ત જવાબદારી સોંપ્યા બાદ કામગીરી પર ધ્યાન અપાતું નથી. જેને લઈ કડક મોનિટરિંગ થાય તો કોરોના વેક્સિનેશનની કામગીરીમાં વધુ સુધારો આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...