ધરણાંની ચીમકી:નસવાડીમાં સગીરાને ભગાડી જનાર યુવક ન પકડાતાં હોબાળો

નસવાડી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીરાન મળે ત્યાં સુધી ધરણાંની ચીમકી
  • ગ્રામજનોએ રેલી કાઢીને પીએસઆઇને લેખિત અરજી આપી

નસવાડી ટાઉન ના મેમણ કોલોની વિસ્તાર ની એક મુસ્લિમ સગીરાને નસવાડી નજીકના પાલા ગામનો હિન્દુ યુવાન ભગાડી ગયો હોવાની નસવાડી પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ ફરિયાદ આપી હતી. જે અંગે નસવાડી પોલીસે ગુન્હો તો દાખલ કર્યો. પરતું સગીરા ને લઈ ભાગી જનારનો કોઈ પતો લાગતો ન હોઇ જેને લઈ મુસ્લિમ સમાજના 100 થી વધુ ગ્રામજનો ભેગા થઈ નસવાડી ટાઉનમાંથી રેલી કાઢી હતી. અને નસવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચી જ દરવાજા પાસે પીએસઆઇ ને લેખીતમા અરજી આપી રજુઆત કરી હતી.

એક સમયે પોલીસ કશું કરતી નથી ના આક્ષેપ સાથે મહિલાઓ પોલીસ મથકે ઉગ્ર રોષ વ્યકત કરી હોબાળો મચાવ્યો હતો.પોલીસ જ્યાં સુધી છોકરી ને શોધી ન લાવો ત્યાં સુધી ગ્રામજનો ધરણા કરશેની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી. નસવાડી પી એસ આઈ દ્વારા બે ટીમો છોકરીને શોધવા માટે મોકલી છે.અને ભગાડી જનાર યુવકના સગાઓને પોલીસ સ્ટેશનમાં લાવી ને કડક હાથે પૂછપરછ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...