તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નસવાડી બસ સ્ટેન્ડ પર નિભાવણીના અભાવે શુલભ શૌચાલય બિનઉપયોગી

નસવાડી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડીનું શુલભ શોચાલય બંધ હાલતમાં જણાય છે. - Divya Bhaskar
નસવાડીનું શુલભ શોચાલય બંધ હાલતમાં જણાય છે.
 • સંખેડા ધારાસભ્યનો ડ્રીમ પ્રોજેક્ટ હોવા છતાં પંચાયત દ્વારા ધ્યાન અપાયું નથી

નસવાડી ટાઉનના મુખ્ય એસ ટી બસ સ્ટેન્ડને તોડી પાડ્યા બાદ સૌથી વધુ જો જરૂર હોય તો તે શુલભ શોચાલયની હતી. કારણ કે નસવાડીના ભર બજારમા એસ ટી બસ સ્ટેન્ડ પર બહારથી આવતા મુસાફરોને સૌથી વધુ મુશ્કેલી પડતી છે. જેમાં ખાસ કરીને મુસાફર મહિલાઓને શોચક્રીયા કરવા કયા જવું તે સૌથી મોટો પ્રશ્ન હતો. જેને લઈ સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા સૌથી પેહલા શુલભ શોચાલય બનાવવાની કામગીરી હાથ પર લીધી હતી. તે નસવાડી ગ્રામ પંચાયતના સહકારથી સુલભ શોચાલય તો બન્યું. જેમાં એક રોજમદાર પણ નસવાડી ગ્રામ પંચાયત દ્વારા મુકાયો હતો.

પરંતુ નસવાડી ગ્રામ દ્વારા જે શુલભ શોચાલયમા આવક આવે તે રોજમદારે લઈ લેવાની તે મુજબની વાત થયેલ હોય આખરે શુલભ શોચાલયમા એટલી આવક ન હોય છેલ્લા છ માસથી શુલભ શોચાલયના નિભાવણીનો અભાવ છે. જેને લઈ જે રોજમદાર હતો. તેને સાફ સફાઈ કરવાના પણ નાણા ગ્રામ પંચાયત પાસે લેવા આંટા મારવાનો વારો આવતો અને છેલ્લે કાલાવાલા કરવાનો વારો આવતો આખરે શોચાલયમા સફાઈ વ્યવસ્થિત ના થઇ હોય જેને લઈ નવીન શોચાલય હાલ આંખોથી ગમે ના તેવું થઈ ગયું છે. નસવાડી ગ્રામ પંચાયતમા વર્ષે લાખ્ખો રૂપિયા વેરાની આવક છે. છતાંય શુલભ શોચાલયના નિભાવણી બાબતે વ્યવસ્થિત આયોજન ન કરાતા હાલ શોચાલયની સુવિધાનો લાભ મુસાફરોને મળતો નથી. દરરોજ વહેલી સવારે નોકરી પર જતાં સરકારી કર્મચારીઓને મુશ્કેલી પડે છે અને તેજ કર્મચારી આ બંધ શૌચાલયની તસવીર સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરી હતી.

નસવાડી ગ્રામ પંચાયતમા આ બાબતે પણ કાયમી પગાર પર એક રોજમદાર મુકવા રજૂઆત થઈ છે. છતાંય ધ્યાન અપાયું નથી. ત્યારે સંખેડા ધારાસભ્યનો સૌથી પહેલો ડ્રીમ પ્રોજેકટ શુલભ શોચાલય હાલ લોક ઉપયોગી બનતો નથી. તાલુકાના અધિકારીઓ એકવાર શોચાલયની મુલાકત લઈ શોચાલય લોક ઉપયોગી બને તે રીતનું આયોજન કરે તેવી ગ્રામજનો, મુસાફરોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો