હાલાકી:નસવાડીમાં ત્રણ વર્ષ સુધી વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતોએ પોતે વાંસ પર જીવંત વીજ વાયરો બાંધીને ઊંચા કર્યા

નસવાડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજપુરાના ખેડૂતના ખેતરમા વિજ વાયર નમી ગયા હોઇ વાસ પર લાકડી બાંધી વાયરો ઉંચા કરાયા છે. - Divya Bhaskar
રાજપુરાના ખેડૂતના ખેતરમા વિજ વાયર નમી ગયા હોઇ વાસ પર લાકડી બાંધી વાયરો ઉંચા કરાયા છે.
  • ખેડૂતોના ખેતરમાં હળ પણ ચાલી ન શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી
  • નીચે નમેલા વાયરોની બીકથી મજૂરો કામ કરવા પણ આવતા ન હતા

નસવાડીના મધ્ય ગુજરાત વીજ કંપનીની ગંભીર બે જવાબદારી સામે આવી છે. જેમાં રાજપુરા ગામના ખેડૂત બાલારામ ચંદુભાઈભીલ અને રામચંદ્ર રાઠવાએ નસવાડી મધ્ય ગુજરાત વીજ કપનીમાં ત્રણ વર્ષથી તેમના ખેતરમાંથી પસાર થતી ખેતીની વીજ લાઈનના વાયરો મોટી માત્રમાં નમી ગયા હતા. જે વાયરો ખેડૂતો ઊંચા કરવા માટે અવાર નવાર અરજીઓ આપી છે અને હેલ્પરોથી લઈ નસવાડી કમ્પ્લેન સેન્ટર પર રૂબરૂ મૌખિક રજૂઆત કરી છે. પરંતુ તેમના ખેતરોમાંથી વિજ વાયરો ઉંચા કરાયા નથી. જેને લઈ ખેડૂતોને હાલાકી પડી હતી.

જેમાં હલકડું પણ ખેતરમા ચાલી ન શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતોના ખેતરમાં મજૂરો પણ કામ કરવા આવવા તૈયાર થતા નથી. આખરે ખેડૂતે એક લાકડાનો વાસ ખેતર વચ્ચે રોપી ઉપર લાકડીઓ બાંધી વીજ વાયરો ઉંચા કર્યા છે. ખેડૂતોના વીજ લાઈનના પ્રશ્ન હલ થતા નથી. ચોમાસાના ચાર માસનું પણ વીજ બિલ તો મધ્ય ગુજરાત વસૂલ કરતી હોય છે. ખેડૂતોને ચોમાસામાં પણ વીજ પાવરની જરૂર પડે છે. પરંતુ રાજપુરામાં વીજ પાવર પણ મળતો નથી. ત્યારે નસવાડી મધ્ય ગુજરાત વિજ કંપનીના ડે. ઈજેનર આ સ્થળની મુલાકાત કરી ખેડૂતોના પ્રશ્ન અરજી આપ્યાના 3 વર્ષ વિતે હલ કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...