તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:ખોડીયા ગામની મહિલાઓનો બંધ નળ, હવાડા, ટાંકીની આરતી ઉતારી પાણી માટે અનોખો વિરોધ

નસવાડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નલ સે જલ યોજનાના 125 નળ ઘર આંગણે મુક્યા પરંતુ પાણી જ ન આવ્યું
 • ઘર આંગણે અપાયેલા નળનું કામ બરાબર ન હોઇ ગ્રામ પચાયત દ્વારા ઘરે ઘર તપાસ કરવા માગ

નસવાડી તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાં હવે ઘર આંગણે મુકેલ પાણીની સુવિધા નલ સે જલ યોજના અંતર્ગત મળતી નથી. કામગીરી શરૂ કરાઈ હતી ત્યારે મોટી જાહેરાત થઈ હતી. હવે ગામડામાં વાસ્મોના અધિકારીઓ જાત તપાસ કરવા આવે અને ઘર આંગણે મુકેલ નળમાં પાણી આવે તેવી ગામે ગામથી પાણીની પોકાર શરૂ થઈ છે.

ખોડીયા ગામ નસવાડી નજીકનું મોટું ગામ છે. અહીં 125થી વધુ ઘરના આંગણે નળ મુકાયા છે પણ તેમાં પાણી જ આવતું નથી. ગામમાં બનાવેલ પશુ માટેના હવાડા પણ પાણી વગરના પડ્યા છે. પાણીની સુવિધાઓ માટે ગ્રામ પંચાયત દ્વારા આડેધડ લાખોનો ખર્ચ કરાયો છે પરંતુ બસ ગ્રામ પંચાયત ના રૂપિયા વાપરો ભલે લોકોને પાણી મળે કે ન મળે. તેવી સ્થિતિ છે.

ખોડીયાની મહિલાઓએ પાણીની સમસ્યા બાબતે તલાટી, સરપંચને જાણ કરી છતાંય કોઈ ધ્યાન ન અપાતાં આખરે ગામની મહિલાઓએ હાથમાં આરતીની થાળી લઈ આખા ગામમા બધ પડેલા નળ, હવાડા, પાણીની ટાંકીની આરતી ઉતારી પાણી આપવા અનોખો વિરોધ કર્યો છે. આરતી કરવાનું કારણ એક જ હતું કે ગ્રામ પંચાયત તલાટી, સરપંચ અને જિલ્લાના અધિકારીઓ ગામમાં આવે અને પાણીનો પ્રશ્ન હલ કરે. ઉપરાંત ગ્રામ પંચાયતના પાણીના કામ પાછળ થયેલ ખર્ચની તપાસ થાય તેવી પણ ગ્રામજનો માંગ કરી છે. પાણીના ખર્ચ પાછળના રૂપિયા પાણીમા ગયા તેવા સૂત્રોચાર પણ ગ્રામજનોએ કર્યા હતા.

સવારે ઉઠતાં જ પાણીની ચિંતા રહેતી હોય છે
પાણીની સુવિધા માટે લાખ્ખો રૂપિયા સરકાર વાપરે છે પણ ગ્રામ પંચાયતનું કશું થતું નથી. તલાટી સરપંચ કશું કરતા નથી તો એમની સામે તંત્ર પગલાં કેમ ભરતું નથી. પાણીની મુશ્કેલી હેન્ડપંપ પર ભરવાની છે. હાથ પગ પેટ દુઃખે તો ય પાણી ભરવાનું એની ચિંતા હોય છે. કોઈ સાંભળતું નથી. હવાડા, ટાંકીઓ બંધ છે. > વિદ્યાબેન ભીલ, ગ્રામજન, ખોડીયા

અધિકારીઓ જોવા આવે કે અમને કેટલી મુશ્કેલી પડે છે
આજે અમારે પાણીની માંગ કરવી પડી છે, કારણ કે ઘર આંગણે નળ મૂકી ગયાને એક વર્ષ થયું પણ હજુ પાણી આવ્યું નથી. કોન્ટ્રાકટર અને અધિકારીઓ જોવા આવે કે પાણી કેમ મળતું નથી. ગ્રામ પંચાયતે નલ સે જલમાં રૂપિયા ચુકવી દીધા છે તો અધિકારી તપાસ કરે. તલાટીએ ઘરે ફરીને જોવું જોઈએ કે પાણી મળે છે કે નહીં. > પ્રકાશભાઈ ભીલ. ગ્રામજન, ખોડીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો