હાલાકી:નસવાડીમાં બે દિવસથી OJASમાં એરર આવતા તલાટી ભરતીના ફોર્મ ભરવા આવેલા બેરોજગારો અટવાયાં

નસવાડી6 મહિનો પહેલા
  • કૉપી લિંક

2017મા તલાટી ભરતી ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ પરીક્ષાઓ રદ થઈ હતી. અને હવે જ્યારે 2022મા તલાટીની ભરતીની ઓનલાઈન જાહેરાત બહાર પડતા હજારો બેરોજગાર ઉમેદવાર ફરી એક નોકરીની આશા સાથે ફોર્મ ભરી રહ્યા છે.

ખાસ કરીને નસવાડી તાલુકાથી લઈ છોટાઉદપુર જિલ્લામા હજારો બેરોજગારો નોકરી મળશે કરી હાલ તલાટી ભરતીના ફોર્મ ઓનલાઈન ભરી રહ્યા છે. જેમાં નસવાડીમા આવેલ કોમ્યુટર સેન્ટર પર જેતે ઉમેદવાર ફોર્મ ભરવા ભાડું ખર્ચી આવ્યા હતા. પરંતુ શનિવાર અને રવિવાર બે દિવસથી OJAS એટલે ઓન લાઈન જોબ એપ્લીકેશન સિસ્ટમમા એરર આવી ગઈ છે. જેને લઈ ફોર્મ સબમીટ થતા જ નથી.

આદિવાસી બેરોજગાર યુવાનો ફોર્મ ભરવા આખો દિવસ કોમ્યુટર સેન્ટર પર બેસી રહે છે. જ્યારે કોમ્યુટર સેન્ટરવાળા પણ નજીવી રકમ લઈ ફોર્મ ભરી આપતા હોય છે. તેઓ પણ ડાયકરેક્ટથી એરર આવતી હોય વાત પણ કોને કરે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. શનિવાર સવાર સુધી ઓનલાઈન સિસ્ટમ ચાલુ રહી હતી અને ત્યારબાદ ઠપ્પ થઈ છે. 15 ફેબ્રુઆરી છેલ્લી તારીખ હોવાથી લાખ્ખો બેરોજગાર ઉમેદવાર હજુ ફોર્મ ભરવાની રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...