ભાસ્કર વિશેષ:નરેગા હેઠળ 18 કામના 28,495 માનવ દિનમાં 64.52 લાખ મજૂરોને ચૂકવણું કરાયું

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકામા નરેગા યોજના હેઠળ બનેલ ચેકડેમમા પાણીનો સંગ્રહ થયેલો તસવીરમાં જણાય છે. - Divya Bhaskar
નસવાડી તાલુકામા નરેગા યોજના હેઠળ બનેલ ચેકડેમમા પાણીનો સંગ્રહ થયેલો તસવીરમાં જણાય છે.
  • નરેગા યોજના હેઠળ નસવાડી તાલુકામાં સૌથી વધુ માનવદિનની રોજગારી મળી
  • નસવાડી તાલુકાના 60 ગ્રામ પંચાયતમાં 5.91 કરોડનું ચૂકવણું માર્ચ 2021 પછી કરાયું

નસવાડી તાલુકાના 212 ગામડા છે. જેમાં 60 ગ્રામ પંચાયતમા નરેગા યોજના હેઠળ કામગીરી ચાલી રહી છે. જેમાં ખાસ તો જોબકાર્ડ ધરાવતા કુટુંબોને રોજગારી મળે તે હેતુ હોય જેને લઈ તાલુકાની 60 ગ્રામ પંચાયતમા નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં સૌથી વધુ માનવ દિન ઉતપ્પન થયા છે. જેમાં માર્ચ માસ પછી નરેગા યોજનાની ઓનલાઈન માહિતી મુજબ નસવાડી ટાઉનમા તાલુકામા સૌથી વધુ માનવ દિન રોજગારી મળી છે. જેમાં 28465 લોકોને રોજગારી મળી છે. જેમાં કુલ 64.52 લાખ રૂપિયા નરેગા યોજના હેઠળ થયેલ કામમાં મજૂરી કરી છે. તેઓને બેન્ક, પોસ્ટ ખાતામાં ચૂકવાયા છે.

જેમાં 18 કામ નરેગા યોજનામા થયેલ છે. સાથે તાલુકાની કડુલીમહુડીમા 46.57 લાખ, કેવડીમા 61.50 લાખ, રાયપુરમા 61.44 લાખ આમ અન્ય ગ્રામ પંચાયતમાં પણ લાખ્ખો રૂપિયા માનવ દિનના કામગીરીને લઈ નરેગા યોજના હેઠળ ચૂકવાયા છે. નસવાડી તાલુકાની 60 ગ્રામ પંચાયત 2.58.226 માનવ દિન ઉપલબ્ધ થયા છે. કુલ 5.91 કરોડનું ચુકવણુ નરેગા યોજના હેઠળ જે મજૂરોએ કામગીરી કરી છે તેમના ખાતામા ચૂકવાયા છે. માર્ચ માસથી જૂન માસ સુધીના મજૂરોએ કામગીરી કરેલ મસ્ટરોમા હાજરી સાથે આ ચુકવણું કરાયું છે. નસવાડીમા ચેકડેમનું, રોડ, તળાવ, વનીકરણ, આવાસની કામગીરીમા માનવ દિન ઉત્પન્ન થયા છે.

અન્ય સમાચારો પણ છે...