ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો:ભાણીના લગ્નની કંકોતરી આપવા માટે નીકળેલા મામાનું માર્ગ અકસ્માતમાં મોત

નસવાડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રકાશ તડવી - Divya Bhaskar
પ્રકાશ તડવી
  • રાયનઘોડામાં ભાણીને 5 વાગે પીઠી લાગવાની હતી, 4 વાગે અકસ્માતની ખબર આવતાં દોડાદોડ થઈ

કોરોના કાળના બે વર્ષ તો એવા ગયા કે સગા સબંધીઓ પણ ગમે તેવા પ્રસંગો હોય એકબીજાથી દુર રહ્યા હતા. હવે જ્યારે કોરોના વિદાય લઈ રહ્યો છે. ત્યારે લગ્ન પ્રસંગ મોટી માત્રમા યોજાઈ રહ્યા છે. ત્યારે નસવાડીના રાયનઘોડામા રહેતા પ્રકાશ તડવી તેની ભાણી અનિષાકુમારીના લગ્ન 6 મે શુક્રવારના રોજ હતા.

લગ્નની તૈયારીમા મામા પ્રકાશ તડવી ખુશીમા વ્યસ્ત હતા અને કંકોત્રી આપવા નસવાડી તાલુકાના ગામડામા ગયા હતા. બાઈક પર મિત્ર સાથે નીકળેલા પ્રકાશ તડવીનું નસવાડીના વાઠડા પાસે અકસ્માત થયો હતો. જેમાં પ્રકાશ તડવીને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું.

નસવાડીના રાયનઘોડામા રહેતા પ્રકાશ તડવી તેની ભાણીના લગ્ન મંડપમા 5 વાગે પીઠી હોય અને પહેલા અકસ્માત થતા લગ્ન પ્રસંગમા દોડાદોડ થઈ હતી. મામાનું મોત થતાની ખબર ભાણીને પડતાં તે પણ તેના આંસુ રોકી ન શકી અને લગ્ન પ્રસંગના તમામ કાર્યક્રમો રદ રહ્યા હતા.

એકંદરે ભાણીના લગ્નની ખુશી અને તૈયારીને લઈ કંકોત્રી આપવા નીકળેલા સગા મામાનું મોત થતા નસવાડી ગ્રામજનો પણ આ ઘટનાને ખુબ જ દુઃખદ ગણાવી છે. જ્યારે સામા પક્ષમા વરરાજાને પીઠી લાગી ગઈ હોય તેઓ પણ જાન લઈને નસવાડી આવી તેમજ લગ્નની પ્રસંગની તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી. જે રદ કરાઈ હતી. હવે આ લગ્ન થશે કે પછી બીજી રીતે આયોજન થશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...