ગૌરવ:ઝેર પ્રાથમિક શાળાના બે છાત્ર NMMS, PSEના મેરિટમાં

નસવાડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે 12,000 રૂપિયા શિષ્યવૃત્તિ પેટે આપવામાં આવે છે

નસવાડી તાલુકાની ઝેર શ્રેષ્ઠ પ્રાથમિક ગૃપ શાળામાં કુલ 350થી વધુ બાળકો અભ્યાસ કરે છે. વર્ષ 2018-19માં લેવાયેલી ધોરણ 8ની NMMS શિષ્યવૃત્તિની પરિક્ષામાં નસવાડી તાલુકામાંથી ઝેર શાળાના 2 વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા હતા. જેઓને આજે પણ દર વર્ષે 12000 રૂપિયા શિષ્યવૃત્તિ પેટે રકમ મળે છે. તે જ રીતે વર્ષ 2019-20માં લેવાયેલ ધોરણ 6ની PSE શિષ્યવૃત્તિ પરિક્ષામાં નસવાડી તાલુકામાંથી ઝેર શાળાના જ 2(બે) વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા હતા. જેઓને 750 રૂપિયા શિષ્યવૃત્તિ પેટે રકમ મળેલ છે.

આજ રીતે વર્ષ 2020-21માં પણ NMMS શિષ્યવૃત્તિની પરિક્ષામાં નસવાડી તાલુકામાંથી ઝેર શાળાના 2 વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા છે. તેમજ હાલમાં PSE શિષ્યવૃત્તિ પરિક્ષાનું પરિણામ આવ્યું તેમાં પણ નસવાડી તાલુકામાંથી બે વિદ્યાર્થીઓ પાસ થઈને મેરીટમાં આવ્યા હતા. તે બંને વિદ્યાર્થીઓ પણ ઝેર પ્રાથમિક શાળાના જ છે. આમ શાળાના આચાર્ય અને શિક્ષકોની મહેનતનાં કારણે શાળાના બાળકોને શિક્ષણ તો સારું મળી જ રહ્યું છે પણ સાથે સાથે ઈતર પરિક્ષાની તૈયારી પણ શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે.

નસવાડી તાલુકાની ઝેર શાળામાં બે ઓરડા જર્જરિત હોવા છતાંય શિક્ષકો બાળકો પ્રત્યે ધ્યાન આપી ચાર લેપટોપ, ચાર પ્રોજેકટર પર અભ્યાસ કરાવી રહ્યા છે. અન્ય શિક્ષકોએ શાળાની મુલાકાત કરી પોતાની શાળાને પ્રગતિશીલ બનાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...