વિદ્યાર્થીઓની વ્યથા:નસવાડીના લિંડા શિક્ષણ સંકુલમાં પૂરતું પાણી ન મળતાં એક ડોલ પાણીમાં બે જણાં નહાવા મજબૂર

નસવાડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડીના લિંડા શિક્ષણ સંકુલમાં અભ્યાસ કરતા 2300 જેટલાં વિદ્યાર્થીઓની વ્યથા
  • સાંસદ, ધારાસભ્ય સહિત નેતાઓ આદિવાસી હોવા છતાંય પ્રશ્ન હલ નહીં થતો હોવાની ચર્ચા

નસવાડીના લિંડા શિક્ષણ સંકુલમાં 2300 આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાજ્ય ના ટ્રાયબલ વિભાગ દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણની ચિંતા કરી સુવિધાઓથી સજ્જ શાળાઓ શરૂ કરી છે. આદિવાસી બાળકોને શિક્ષણ પણ સારું મળે છે, પરંતુ શિક્ષણ સંકુલમાં 3 હોસ્ટેલ, 4 સ્કૂલ અને એક મોટું રસોડું, એક સ્ટાફ ક્વાટર્સ આ દરેક જગ્યાએ પાણી પહોંચે છે. બધું થઈ 2500 લોકો વચ્ચે એક જ બોર છે. ફક્ત એક જ બોર કેમ્પસમાં છેલ્લા 14 વર્ષથી છે. જે બોરનું પાણી પણ પુરતું થતુ નથી.

એક ડોલ પાણીમાં બે કન્યાઓ નહાવા મજબૂ
પાણી છોડનારા બે કર્મચારીઓ રાત, દિવસ પાણીનો પ્રશ્ન ન સર્જાય કરી સમયસર હોસ્ટેલ, સ્ટાફ ક્વાટર્સ, સ્કૂલ, રસોડામાં પાણી છોડે છે, પરંતુ પાણી પૂરતું થતું ન હોય ખાસ તો હોસ્ટેલમાં રહેતી આદિવાસી કન્યાઓ એક ડોલ પાણીમાં બે કન્યાઓ નહાવા મજબૂર બની છે. લિંડા શિક્ષણ સંકુલમાં જેતે વખત બિલ્ડીંગનું કામ શરૂ થયું ત્યારથી જે બોર કામગીરી માટે આવેલ તેજ બોર કાર્યરત છે. જિલ્લા પ્રાયોજના કચેરી વર્ષે કરોડોના આયોજન વિકાસલક્ષી કામો ના મંજૂર કરે છે, છતાંય તેમના દેખરેખમાં ચાલી રહેલ લિંડા શિક્ષણ સંકુલમાં પાણીની પૂરતી સુવિધા નથી. જિલ્લા પાણી પુરવઠા વિભાગના ગામડે ગામડે ગણાય ન એટલા બોર થાય.

લિંડા શિક્ષણ સંકુલમાં પાણીની પૂરતી વ્યવસ્થા નથી
છોટાઉદેપુર સાંસદ અને સંખેડા ધારાસભ્ય એક ફોન કરે તો ગામડાઓમાં પાણીના બોર થઈ જાય છે. ભાજપના નેતાઓ ગામડાઓમાં ઉભા રહી પાણીના બોર કરાવે છે, છતાંય લિંડા શિક્ષણ સંકુલમાં પાણીની પૂરતી વ્યવસ્થા નથી. વાલી ઓને તેમના બાળકો ફરિયાદ કરતા આચાર્યોએ જિલ્લામાં બોર માટે જાણ કરી છે, પંરતુ બોર થતાં હોય વાલીઓ જાતે કઈક કરે તેવા સૂચન મળ્યા હતા. આદિવાસી નેતાઓ આ બાબતે પ્રશ્ન હલ કરે તેવી માગ ઉઠી છે. બાળકો જમીને ટાંકામાંથી આવતું જ પાણી પીવે છે. ફિલ્ટરવાળા જગમાં પણ પાણી ફિલ્ટર નથી હોતુંનું વાલીઓ જાતે ચેક કરી રજૂઆત કરી છે અને તત્કાલ પાણી ની પૂરતી વ્યવસ્થા કરવા માગ કરી છે.

પાણી પૂરતું મળતું નથી અમને બાળકો ફરિયાદ કરે છે, પાણી ભરી મૂકે તોય પૂરું થતું નથી
એક ડોલ પાણીમાં બે બાળકો કઈ રીતે નહાય અમને બાળકો રજૂઆત કરી છે. અમે પણ આચાર્યને બધા વાલીઓ જાણ કરી છે. પાણી ગામડાઓમાં ઘેર ઘેર બોર નેતાઓ અધિકારીઓ કરે છે અને આદિવાસી બાળકોને પાણી માટે હવાતીયા છે. પાણીના બોર કરો તો સારું. - સરસવતીબેન ભીલ, વાલી

ટ્રાયબલ મંત્ર-પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર હોવા છતાંય પ્રશ્નનો હલ થયો નથી
રાજયના ટ્રાયબલ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર છે. શિક્ષણ સંકુલના આચાર્યો દ્વારા જિલ્લા પ્રાયોજનામાં શૌચાલયના ખાર કૂવા અને પાણીના બોર માટે લેખિતમાં જાણ કરી છે છતાંય પ્રશ્ન હલ થયા નથી. હમણાં પણ પાણીના જગ પીવા માટે હજારોના ખર્ચે મગાવામાં આવી રહ્યા છે. વર્ષે પાણી સુવિધા માટે કરોડોનું આયોજન થાય છે.

6 બિલ્ડિંગમાં 2500ને પાણી પહોંચાડું છે
બોરમાં પાણી પણ પૂરતું નથી. હું મારી રીતે બધું એડજસ્ટ કરી પાણી છોડું છું. 6 બિલ્ડીંગમાં પાણી પહોંચાડવાનું, બીજા બે બોર હોય તો પાણીનો પ્રશ્ન ન રહે. - કાશીરામભાઈ, પાણી છોડનાર, સંકુલ લિંડા

અન્ય સમાચારો પણ છે...