તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:નસવાડી બેંક ઓફ બરોડામાં બે કર્મીઓ કોરોનાથી સંક્રમિત

નસવાડીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નસવાડી બીઓબી બેન્કમા દરવાજા પર સૂચન બોર્ડ મરાયું હોવા છતાંય માસ્ક વગર બેન્કમાં ગ્રાહકો આવ્યા હતા. - Divya Bhaskar
નસવાડી બીઓબી બેન્કમા દરવાજા પર સૂચન બોર્ડ મરાયું હોવા છતાંય માસ્ક વગર બેન્કમાં ગ્રાહકો આવ્યા હતા.
 • બેંકના દરવાજા પર સંક્રમણ થયું હોવાના સૂચનો લગાવાયાં
 • સાક્ષરતાનો અભાવ હોઈ ગ્રાહકો બેંકમાં માસ્ક વગર આવે છે

નસવાડી બેન્ક ઓફ બરોડાના બે કર્મચારીઓ કોરોના વાયરસની અસર લાગતા તેઓ તપાસ કરાવતા પોઝિટિવ આવ્યા હતા. જેને લઈ નસવાડી બેન્કના સ્ટાફ ચિંતિત બન્યો હતો. સવારના બેન્ક સમયે બેન્ક સ્ટાફ દ્વારા ઉપરી બેન્ક કર્મચારી સાથે ચર્ચા થયા બાદ બેન્ક શરૂ થઈ હતી. બેન્ક શરૂ થતા જ બેન્કના દરવાજા પર બેન્ક સ્ટાફ કોરોના પોઝિટિવના સૂચન બોર્ડ મરાયા હતા. પરંતુ એકબાજુ માર્ચ મહિનાનું છેલ્લું વિક હોય જ્યારે બીજી બાજુ હોળીનો તહેવાર હોય અને બેન્ક શનિવાર પછી ત્રણ દિવસની રજા પર હોય જેને લઈ મોટી માત્રમાં બેન્ક ગ્રાહકો બેન્ક પર પહોચ્યાં હતા.

પોતાના ખાતામાં રોકડ રકમ લેવાની હોય અને તહેવારને લઈ બેન્ક ગ્રાહકો જાય તો ક્યાં જાય. કોરોના વાયરસની ગાઈડ લાઈન હોવા છતાંય બેન્ક બહાર બેન્ક સ્ટાફે બોર્ડ માર્યું હતું. પરંતુ માસ્ક વગર જ બેન્કમાં ગ્રાહકો આવતા હતા. ખાસ તો સાક્ષરતાનો અભાવ હોય અને લોકો બોર્ડ વાંચ્યા વગર જ બેન્કમા પોહચ્યાં હતા. હાલ જિલ્લાનું તંત્ર કોરોના વાયરસની ગાઈડ લાઈનના અમલ કરવા સૂચનો કરે છે. પરંતુ સૂચનો સાથે માસ્ક સોશિયલ ડિસ્ટન્ટના અમલ નેવે મુકાયા હોય. જેને લઈ કોરોના વાયરસથી ફરી લોકો સકમિત થવા લાગ્યા છે. ત્યારે સાવચેતી નય રખાય તો હજુ કોરોના વાયરસ ઝડપથી ફેલાશે તેમ જાગૃત નાગરિક જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો