દુર્ઘટના:નસવાડી-આકો રોડ પર 600 બોરી ખાંડ ભરેલ ટ્રક પલટી

નસવાડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઈવર નશામાં હોવાથી ટ્રક રોડ પર વાંકી ચૂકી ચાલતી હતી
  • વૃક્ષ સાથે ટ્રક અથડાઈને પલટી, ટ્રકમાંથી દારૂની બોટલ મળી

નસવાડીથી બોડેલી નેશનલ હાઈવે નંબર 56 પર સાંજના એક 22 ટાયરની ટ્રક નંબર GJ 12 BX 3763મા 600 બોરી ખાંડ ભરેલ હતી અને તે ટ્રક નસવાડી નજીકથી પસાર થતી હતી. ત્યારે આકોના ચોકડી નજીક ટ્રક ચાલકે સ્ટેરીંગનો કાબુ ગુમાવ્યો હતો. જેને લઈ ટ્રક વાંકી ચૂકી રેલાઈને રહેણાંક મકાન નજીકના મોટા વૃક્ષની દાળને તોડીને ટ્રક રોડની બાજુમા પલટી ગઈ હતી. આજુબાજુના લોકો દોડ્યા આવી કેબિનમાંથી ડ્રાઈવરને નિકાળતા તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ટ્રક સામેથી વાંકી ચૂકી આવતા જોઈને કાર ચાલકો દૂર ઉભા રહી ગયા હતા. અને ટ્રક પલટી મારતા કાર ચાલકોનો આબાદ બચ્યા હતા.

ટ્રક ચાલક ફૂલ દારૂના નશામા હતો. જ્યારે અન્ય કોઈ કન્ડક્ટર સાથે ન હોવાનું ટ્રકના માલીકે ટેલિફોન પર પોલીસને જણાવ્યું હતું. ટ્રક ચાલક નશાની હાલતમા હોવાથી વિદેશી દારૂની અડધી બોટલ પણ સ્થળ પર જોવા મળી હતી. નસવાડી પોલીસ તેમજ 108 ઘટના સ્થળે પહોંચી હતી. ડ્રાઈવરને થોડી ઇજાઓ થઈ હોવાથી 108 મારફતે દવાખાને લઈ જવાયો હતો.

ટ્રક માલિકો આવા નશા ખોર ડ્રાઇવરને રાખી અન્ય વાહન ચાલકોના જીવ જોખમમા મુકતા હોય છે. ત્યારે ટ્રક માલિક તેમજ ડ્રાઈવરની સામે નસવાડી પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે. જ્યારે 600 બોરી ખાંડ રોડની બાજુમાં પડી હોવા છતાંય કોઈ વ્યક્તિ એક ખાંડનો દાળો ઉઠાવ્યો ન હતો. ટ્રક માલીક ભુજના હોઇ અને ખાંડ ભરૂચથી ભુજ લઈ જવાની હોઇ ટ્રક ચાલક રસ્તો ભુલ્યો હોય તેમ જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...