માગ:કસુંદરથી ગોધામ જતી વીજ લાઈનના વાયરો નમી જતાં ખેડૂતોને મુશ્કેલી

નસવાડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
કસુંદરથી ગોધામ જતી એચટીએલટી વિજ લાઈનના વાયરો નમી ગયા હોવાના કારણે ખેડૂતોને ટ્રેક્ટર લઈ જવાની મુશ્કેલી પડે છે. - Divya Bhaskar
કસુંદરથી ગોધામ જતી એચટીએલટી વિજ લાઈનના વાયરો નમી ગયા હોવાના કારણે ખેડૂતોને ટ્રેક્ટર લઈ જવાની મુશ્કેલી પડે છે.
  • ખેડૂતોને ટ્રેક્ટરમાં વધુ ફેરા મારવા પડે તેવી સ્થિતિ
  • રજૂઆત કરવા છતા વીજ કંપની દ્વારા કામ કરાયું નથી

નસવાડી મધ્ય ગુજરાતનો વીજ પાવર નર્મદા જિલ્લાના કસુંદર શીરા ગોચરિયા વાંકોલ અને અન્ય ગામમાં જાય છે. શીરા ફીડરમાં આવતા આ ગામડાના રોડ ઉપરથી પસાર થતી મધ્ય ગુજરાત વીજ કંપનીની હાઈ ટેન્શન લાઈન અને લો ટેન્શન લાઈનના વીજ વાયરો નમી ગયા છે. જેમાં ખાસ કરીને હવે ચોમાસુ આવી રહ્યું છે. તે પેહલાં પ્રી મોન્સુનને લગતી કામગીરીને લઈ વીજ પાવર કલાકો સુધી બંધ રાખવામાં આવશે ત્યારે આ વીજ વાયરો વ્યવસ્થિત ઉંચા કરવા માંગ ઉઠી છે.

હાલ ખેડૂતો ચોમાસાની ખેતીનું આયોજન કરી તેમના ખેતરના કપાસના ખાપા હવે ઉખાડીને ઘરે લઈ જતા હોય છે. ત્યારે કસુંદરથી ગોધામ જવાના મુખ્ય રોડ પર વીજ વાયરો એટલા નીચે આવી ગયા છે કે કપાસના ખાપા ભરેલ તેમજ જ્યારે ખેડૂતો કપાસ લઈ વેચવા જતા હતા ત્યારે જે ટ્રેક્ટર ભરતા હતા તે ઓછું ભરતા હતા કારણ કે વીજ વાયરને ટ્રેક્ટર ભરેલું ટચ થાય અને આગની ઘટના બને તેમ હોઇ હાલ તો આ નમી ગયેલ વીજ વાયરોથી ખેડૂતો વધુ હેરાન છે. અને પવન આવતાં વાયરો ઝોલા ખાય છે.

ત્યારે નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની આ બાબતે ધ્યાન આપી મેન્ટેન્સ ની કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.અગાઉ નસવાડી જીઈબીમાં વાયરો ઉંચા કરવા વાત કરેલ હતી. પરતું કોઈ ધ્યાન આપ્યું નથી ત્યારે આગળ આવતા ચોમાસામાં કોઈ ઘટના ન બને માટે નર્મદા જિલ્લામાં આવતા આ ગામડામાં કામગીરી કરવા ખેડૂતોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...