તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જીતપુરામાં માર્ગ પર કીચડ સાથે ગંદકી થતાં લોકોને પડતી મુશ્કેલી

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1000ની વસ્તીમાં ગ્રામ પંચાયત તલાટી ધ્યાન આપતા નથી

નસવાડી નજીક આવેલ જીતપુરા ગામ છે અને ગ્રામ પંચાયત પણ જીતપુરા છે. જીતપુરાની શાળા તરફ ગ્રામ પંચાયત તરફ અને મંદીર ફળીયામા ટાંકી ફળીયામા આ બધા જ રસ્તા પર હમણાં કીચડ સાથે ગંદકી જ ગંદકી દેખાય છે. બાઈક સવારને મુશ્કેલી છે. પરંતુ પગપાળા ગામમા કયા રસ્તે જવું તે જ સૌથી મોટી ગ્રામજનોની સમસ્યા છે. રસ્તાની ચારે બાજુ ગંદકીને લઈ હવે દુર્ગધ ફેલાય છે. છતાંય કોઈ ધ્યાન આપતું નથી.

બે વર્ષથી ગ્રામજનો ગંદકી સાથે સ્વચ્છતા અભાવનો દુઃખ ભોગવી રહ્યા છે. પરંતુ કોઈને કઈ પડી નથી. દેશના વડાપ્રધાન સ્વચ્છતાની પોકાર લગાવી ગ્રામ પંચાયતને લાખ્ખો રૂપિયા ગ્રાન્ટ આપે છે. પરંતુ ગ્રામ પંચાયતના તલાટી ગામમા જતા હોય તો સ્વચ્છતા તેઓને દેખાય તલાટી ગ્રામ પંચાયત પર જતાં નથી. જિલ્લાનું વહીવટી તંત્ર સૌથી પહેલા આ ગામની મુલાકત કરવી જોઈએ. તાલુકા સ્તરે પ્રશ્ન હલ થતા નથી તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે.

તલાટી ગામમા આવતા ન હોઇ અને આવે તો તેજ રસ્તેથી પસાર થયા બાદ પણ ગ્રામજનો ગંદકીથી હેરાન હોઇ તો ગ્રામજનો હવે જાય તો ક્યાં જાય. ગ્રામ પંચાયતમા હમણાં વિકાસના કામ કરવાના હોઇ તો ફટથી થઈ જાય છે. પરંતુ જે પાણીની લાઈનોની કુંડીમા પાણી ભરાય, ગંદકી ખદબતે, રસ્તા પર મચ્છર દીવસે હોય, તે ગ્રામજનો કેટલી મુશ્કેલી ભોગવતા હશે. જેસીબીથી કામગીરી કરાય તો બે કલાકમાં સ્વચ્છતા થઈ જાય તેમ છે. વરસાદની હવે સીઝન ચાલુ થઈ છે. ત્યારે ગ્રામજનો રોગચાળામા સપડાય પહેલા ગંદકી અને રસ્તા વ્યવસ્થિત સાફ થાય તેવી ગ્રામજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...