તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:નસવાડીમાં છેલ્લાં 3 દિવસથી એન્ટિજન ટેસ્ટ કિટ ન હોવાથી વેપારીઓ અટવાયા

નસવાડી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
નસવાડી ટાઉનના કોરોના કેમ્પ પર ટેસ્ટ કરાવવા આવતા ગ્રામજનો. - Divya Bhaskar
નસવાડી ટાઉનના કોરોના કેમ્પ પર ટેસ્ટ કરાવવા આવતા ગ્રામજનો.
 • આરટીપીસીઆર ટેસ્ટ કરાતાં પોઝિટિવ છે તેની જાણ 3 દિવસે થાય છે
 • લારી-ગલ્લાવાળા તથા વેપારીઓ પોઝિટિવ હોય તો સંક્રમણ ફેલાવાની ભીતી

નસવાડી ટાઉનના માર્કેટમા નસવાડી ટાઉનના લારીવાળા, પાનના ગલ્લાવાળાથી લઈ નાની મોટી દુકાનમાં વેપાર કરતા વેપારીઓને કોરોના ટેસ્ટ કરવાનું ફરજિયાત કરાયું છે. ટેસ્ટ કર્યા બાદ તેઓને આઈ કાર્ડ પણ આપવામાં આવ્યા હતા. પરંતુ નસવાડી ટાઉનના કેમ્પમા થોડા દિવસો પહેલા પણ કોરોના એન્ટિજન ટેસ્ટ કીટ ખલાસ થઈ હોય બધા આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા હતા. હવે ફરી એન્ટિજન ટેસ્ટ કીટ ખલાસ થઈ ગઈ હોય દરરોજ આર ટી પી સી આર ના નમૂના લેવાય છે.

હમણા કોરોનાનું સંક્રમણ ઘણુંજ ફેલાઈ રહ્યું છે. જેને જોતા ટેસ્ટ કરાવવા નસવાડીના વેપારીઓ લારી-ગલ્લાવાળા બધા ફરી દોડ્યા છે. પરંતુ એન્ટિજન ટેસ્ટ થતા ન હોય જેને લઈ જેતે વેપારીને લારીવાળાને તરત ખબર પડતી નથી કે તે વ્યક્તિ પોઝિટિવ છે કે નહીં. જેને લઈ બધા અટવાઈ ગયા છે. હાલ તો આરટીપીસીઆરના નમૂના લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો