કૃત્રિમ ગામડા:ગુજરાતની ઝાંખી રજૂ કરતું ‘તોરણ ’ તોરણ વિલેજ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું : બે દિવસથી કાર્યક્રમો યોજાયાં

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લિંડા ગામે ગુજરાતની જાખી બતાવતું ‘તોરણ’ વિલેજ  સંખેડા MLA લોક નૃત્ય કરી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું છે. - Divya Bhaskar
લિંડા ગામે ગુજરાતની જાખી બતાવતું ‘તોરણ’ વિલેજ સંખેડા MLA લોક નૃત્ય કરી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું છે.
  • નસવાડી નજીક આવેલા લિંડા ગામે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ~ 40 લાખના ખર્ચે તૈયાર કરાયુ
  • કચ્છના ભુંગા, ડાંગના વાસ અને રાઠ વિસ્તારના પીઠોરા આકર્ષણ

નસવાડી નજીક આવેલ લિંડા ગામના સિંચાઈ તળાવની બાજુમા ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા એક લાખ ચોરસ મીટર જગ્યામા રૂા. 40 લાખના ખર્ચે ગુજરાતની ઝાંખી રજૂ કરતું ‘તોરણ’ ગામડું બનાવમાં આવ્યું છે. જેમાં કચ્છના ભૂંગા, ડાંગના વાસ, મધ્ય ગુજરાતના રાઠ વિસ્તારના પીઠોરા પેન્ટના મકાન બનાવમાં આવ્યા છે. સાથે જે આદિવાસી સંસ્કૃતિ આદિવાસી લોકોની રહેણીકરણી આ કૃત્રિમ ગામડામા બતાવામાં આવી છે.

વ્યુચયલ માધ્યમથી મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા થોડા દિવસ પહેલા તોરણ વિલેજનું લોકાર્પણ વ્યુચયલ માધ્યમથી કર્યું હતુ. જ્યારે શુક્રવાર અને શનિવારે બે દિવસ ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા લિંડા ગામે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. જેમાં શનિવારે રાતના સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી આ કૃત્રિમ ગામડામા યોજાયેલ સાંસ્કૃતિક કાર્યકમમા પહોચ્યા હતા. અને જાતે લોક નૃત્યમા ભાગ લઈ મજા લીધી હતી.

પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
​​​​​​​
મોટી માત્રમા આજુબાજુના ગ્રામજનો અને પ્રવાસીઓ પહોંચ્યા હતા. ખાસ હવે આ જગ્યાએ સ્ટેચ્યુ તરફ આવતા પ્રવાસીઓ પણ મજા માણશે અને ગુજરાતના ગામડાનું આબેહૂબ દૃશ્ય જોશે. ત્યાં રહેવાની તેમજ અન્ય સુવિધાઓ કરવામાં આવી છે. કાચા ઝુંપડાના મકાનો બનાવવામાં આવ્યા છે. જેનું સંચાલન પણ ગુજરાત ટુરિઝમ દ્વારા એજન્સીને સોંપવામાં આવ્યું છે. એકંદરે લિંડા ખાતે તોરણ વિલેજ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે. હવે પ્રવાસીઓ અહીં આવી મજા માણી શકશે.

પ્રવાસીઓ હવે આ જગ્યા પર આવી ગુજરાતની ઝાંખી જોશે
ભાજપ સરકારનો વિકાસ છે, જે દેખાઈ રહ્યો છે. દરેક ક્ષેત્રમા સરકારે ધ્યાન આપ્યું છે. લિંડા મારા મત વિસ્તારમા કૃત્રિમ ગામડું ઉભું કરાયું છે. આજે સાંસ્કૃતિક કાર્યક્રમમા હું મજા લીધી. પ્રવાસીઓ હવે આ જગ્યા પર આવી મજા લેશે. સરકારનો હું આભાર માનું છું. પ્રવાસીઓ આવી ગુજરાતની ઝાંખી જોશે. -અભેસિંહ તડવી, ધારાસભ્ય સખેડા

અન્ય સમાચારો પણ છે...