અકસ્માત:વંકલા પાસે ઝાડ સાથે બાઈક ભટકાતાં ત્રણ યુવાનના મોત, સ્ટિયરિંગનો કાબૂ ગુમાવતાં બાઈક વૃક્ષ સાથે ભટકાઈ

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વંકલા પાસે બાઈકના સ્ટેરીંગનું કાબુ ગુમાવતા વૃક્ષ સાથે ભટકાતા વંકલાના ત્રણે યુવાનોના મોત થયા હતા. એકજ વાહનમા ત્રણેના સબ લઈ જવાયાં હતા. - Divya Bhaskar
વંકલા પાસે બાઈકના સ્ટેરીંગનું કાબુ ગુમાવતા વૃક્ષ સાથે ભટકાતા વંકલાના ત્રણે યુવાનોના મોત થયા હતા. એકજ વાહનમા ત્રણેના સબ લઈ જવાયાં હતા.
  • વંકલાના ત્રણે મિત્રો એક જ બાઈક પર સેંગપુર ગયા હતા

નસવાડીના વંકલા ગામના 3 યુવાનોના માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયા છે. વંકલા ગામના ત્રણ યુવાનો એકજ બાઈક પર બુધવારે સેંગપુર ગામે સાથે ગયા હતા અને સાંજે પરત આવતા બાઈક પર ત્રણે મિત્રો સવાર હોઇ બાઈક પર અચાનક સ્ટૅરીંગ કાબુમા ન રહેતા બાઈક સીધી વૃક્ષમાં અથડાાતા ત્રણેના ઘટના સ્થળે જ મોત થયા હતા. નસવાડી પોલીસ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. જે મિત્રો સાથે ફર્યા તેઓના મોત બાદ તેમના મૃતદેહ પણ એકજ વાહનમા નસવાડી પીએમ માટે રાતના લવાયા હતા. જ્યારે પીએમ કર્યા બાદ એકજ વાહનમા તેમની બોડી લઈ જવાઈ હતી.

અકસ્માત મા ગામ ના ત્રણ યુવાનો ના મોત થતા વિસ્તાર મા ભારે ગમગીની છવાઈ છે. જ્યારે આ અકસ્માતમાં બે સગા ભાઈઓના કરુણ મોત થયા છે.જેમાં મરણજનારના પિતા હાલ કોઈ ગુન્હાના કેસમા જેલમા સજા કાપી રહ્યા છે. પરિવારમા ભારે આક્રંદ છવાયો છે. જ્યારે મરણજનાર ત્રણે યુવાનોમા સંજયભાઈ મગડિયાભાઈ નાયકા ઉ 19, અજયભાઈ બચુભાઈ નાયકા ઉ 22, વિકેસ બચુભાઈ નાયકા ઉ 19 આમ ત્રણે યુવાનો હજુ જીદંગીના સારા દિવસો જોયા ન હોય અને અચાનક ઘટના બનતા પરિવારોના આશુ વહી રહ્યા છે.

નસવાડી તાલુકામાં છેલ્લા 1 મહિનામાં માર્ગ અકસ્માતમાં 10થી વધુના મોત
નસવાડી તાલુકા કંડવા, વંકલા, કડુલીમહુડી, મોધલા ચોકડી, ધામસીયા, વાઢડા પોથલીપુરા જેવા ગામડા નજીક થયેલ અકસ્માતમા એક માસમા 10થી વધુ પુરુષોના મોત થયા છે. બાઈક સવારો બે ફામ બાઈક ચલાવતા હોઇ પોલીસનો ડર રહ્યો ન હોઇ ઘટનાઓ બની છે.

અન્ય સમાચારો પણ છે...