આરોગ્યલક્ષી સેવાને લઈ ચર્ચા:ઇજાગ્રસ્તની સારવાર મુદ્દે THOની તપાસ

નસવાડી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટર, સ્ટાફ અને ગ્રામજનો સાથે બેઠક કરી આરોગ્યલક્ષી સેવાને લઈ ચર્ચા કરી
  • સોમવારે કોલીબોરિયાદ ગામ પાસેના અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સીએચસીમાં સારવાર ન મળી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સોમવારની રાત્રે કોલીબોરિયાદ ગામ પાસે થયેલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતી સારવાર ન મળેલ. અને બીજા દિવસે સવારે દવાખાનામાં ડોક્ટર સમયસર આવ્યા ન હોવાની ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ નસવાડી તાલુકા હેલ્થ ઓફિસરે ગઢબોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી હતી. અને વર્ષોથી આદિવાસી વિસ્તારના ગ્રામજનોને દવાખાનામાં આરોગ્યલક્ષી સારવાર મળે છે.

છતાંય આવી ઘટના બાબતે તપાસ કરી છે. જેમાં ડોક્ટર તેમજ આરોગ્ય સ્ટાફ જ્યારે વ્યક્તિ વીડિયો બનાવેલ ત્યારે તમે ક્યાં હતા એ બાબતે પૂછપરછ હાથ ધરી હતી. તેમજ ગઢબોરિયાદ ગામના ગ્રામજનો અગ્રણીઓ સાથે તાલુકા હેલ્થ અધિકારીએ બેઠક કરી હતી અને આરોગ્યલક્ષી સેવાને લઈ ચર્ચા કરી હતી. ગઢબોરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ ડોક્ટર તેમજ સ્ટાફ હાજર હોય છે. અને આરોગ્ય સેવા આપવા તૈયાર હોય છે. ત્યારે જે વ્યક્તિને સારવાર ન મળી અને દવાખાનાના સ્ટાફ ડોક્ટર હાજર નથી તેવા વીડિયો વાયરલ થવા બાબતે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...