પોલીસ મૂંઝવણમાં:ઘરફોડ ચોરીના 15 દિવસ બાદ પણ ચોરો પોલીસ પકડથી દૂર

નસવાડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડી પોલીસને કંઈ હાથ ન લાગતાં મૂંઝવણમાં મૂકાઈ
  • ટાઉનમાં CCTV ન હોઇ વેપારીઓની દુકાનોના CCTV તપાસાયા

નસવાડી ટાઉનના જકાત નાકા વિસ્તારના રોડ પર આવેલ શિવશક્તિ જવેલર્સ દુકાનના માલિકના દિવાળીના દિવસોમા ફરવા ગયા હતા. તેના 16 કલાકમા જ સોનીના ઘરે 10.22 લાખની ઘરફોડ ચોરી થઈ હતી. જે ચોરીમાં સોનીની ફરિયાદ નસવાડી પોલીસે દાખલ કરી હતી. અને ચોરીને લગતી તપાસ શરૂ કરેલ હતી. છોટાઉદેપુર જિલ્લા નાયબ પોલીસ વડા પણ સોનીના ઘરે મુલાકત કરી હતી. અને તસ્કરો જલ્દી પકડાશેનું સોની પરિવારને આશ્વાશન આપ્યું હતું. હવે જ્યારે ઘરફોડ ચોરીના 15 દિવસ વીતી ગયા છે.

છતાંય પોલીસના હાથે કઈ લાગ્યું નથી. નસવાડી ટાઉનમા પોલીસ વિભાગના સીસીટીવી કેમેરા નથી. નસવાડી પોલીસે ટાઉનના વેપારીઓને ત્યાંથી સીસીટીવી ફૂટેજ લઈ જે રાત્રે ચોરી થઈ હતી. તે રાતના સીસીટીવી ફૂટેજમા આવેલ મોટા વાહનો, બાઈક તેમજ અન્ય અવર જવર કરતા ગ્રામજનોની તપાસ કરી છે. છતાંય તસ્કરોનો પતો હજુ લાગ્યો નથી. ચોરી થયા બાદ સોનીના ઉપરના મકાનમા તિજોરી પર ફિન્ગર પ્રિન્ટ એક્સપર્ટ પણ તપાસ કરી છે. પરતું ફિન્ગર પ્રિન્ટ હાથ લાગ્યા નથી. ડોગ સ્ક્વોડ તપાસ માટે આવી હતી. તેમના હાથે પણ કઈ લાગ્યું નથી.

હવે નસવાડી પોલીસ પણ મુંઝવણમા મુકાઈ છે. નસવાડીમા થોડા દિવસ પહેલા સોસાયટીમા પણ ચોરી થઈ હતી. ત્યારબાદ સોનીના ઘરે ચોરી થઈ. બે દિવસ પહેલા બે બાઈકની ચોરી થઈ છે. છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા નસવાડીમા થયેલ ચોરી બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. જિલ્લા પોલીસ વડા સચોટ માર્ગદશન આપી તસ્કરો કઈ રીતે પકડાય તે બાબતે નસવાડી પોલીસ સાથે ચર્ચા કરે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...