સાંકડીબારી ગામે યોજાનાર ખીસ્ત્રીમા નવું જીવનના આદ્યયાત્મિક મેળો બંધ નય થાય તો વીએચપી, બજરંગદળ 2000 કાર્યકરો સાથે સ્થળ પર પહોંચી રામધૂન, હનુમાન ચાલીસાનો કાર્યકમ કરશેની ચીમકી સાથે નસવાડી મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.નસવાડીના ડુંગર વિસ્તાર અને નર્મદા કિનારે આવેલ સાંકડીબારીગામે તારીખ 9, 10 મેના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાંથી કેટલાક લોકો દ્વારા પત્રિકા છપાવી આદ્યત્મિક મેળાનું આયોજન કરેલ છે. જેમાં ‘ખ્રિસ્તીમાં નવું જીવન’ના બેનર સાથે મેળાનું આયોજન કરેલ છે.
જેમાં ફક્ત આદિવાસી લોકોને ધાર્મિક વાતોમાં ફોસલાવીને ધર્માંતરણને લગતો આ કાર્યકમ હોવાનું બહાર આવ્યું છે. હિન્દુ સંગઠનો વિરોધ કર્યો છે. સાથે નસવાડી વી એચ પી ,બજરંગદળ ના કાર્યકરો મા રોષ ઉઠ્યો છે.જે કાર્યક્રમ ને લઈ નસવાડી મામલતદારને કાર્યકરો દ્વારા બંધ કરો ધર્માંતરણ બંધ કરોના સુત્રોચાર કરી આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી છે.
તેમજ આ કાર્યક્રમ રદ બંધ નહીં થાયતો વીએચપી, બજરંગદળના 2000 કાર્યકરો સ્થળ પર પહોંચી ‘ખ્રીસ્તીમા નવું જીવન’ના કાર્યકમ સામે જ રામધૂન, હનુમાન ચાલીસાનો કાર્યકમ કરવાની ચીમકી કાર્યકરોએ ઉચ્ચારી છે. હાલ તો ‘ખ્રીસ્તીમાં નવું જીવન’ જે કાર્યક્રમ નસવાડીના અંતરિયાળ વિસ્તારના સાંકડીબારી ગામે યોજાનાર છે. તેનો મુદ્દો ભારે ચર્ચાયો છે. ત્યારે તંત્ર આ બાબતે શુ કાર્યવાહી કરે છે. તેના પર સૌની નજર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.