નસવાડી તાલુકામા પોસ્ટ વિભાગના અંધેર વહીવટથી હવે ગામે ગામ રોષ ઉઠ્યો છે. કારણ કે બ્રાન્ચ પોસ્ટ ઓફીસના કર્મચારીઓ પોતાની મનમાનીથી કામગીરી કરી રહ્યા છે. જેને લઈ ખાસ તો અત્યંત જરૂરી ટપાલ ગામડામા પહોંચતી નથી. અને પહોંચે છે તો મહિનાઓ બાદ પહોચે છે. જેને લઈ બેરોજગાર યુવાનો તેમના રોજગારની તક જતી રહી છે.
ઈન્ટરવ્યૂ પતી ગયા બાદ કોલ લેટર મળ્યો
થોડા દિવસ પહેલા ઘંટોલીના યુવકને મધ્ય ગુજરાત વીજ કંપનીનો રૂા. 5ની ટીકીટ લગાવેલ કોલ લેટર ઈન્ટરવ્યુ ગયાના એક મહિને મળતા યુવક ધક્કા ખાઈને થાક્યા બાદ તેનું કશું ન થયું. હવે ફરી નસવાડીના બિલગામ ગામના અજયભાઈનો ઇન્ટરવ્યૂ કોલ લેટર ટપાલમા 22 દિવસે ઘરે આવતા તે યુવકનો પણ પોસ્ટની કામગીરી સામે રોષ જતું રહ્યું છે. જેને લઈ યુવકના પિતા નસવાડી પોસ્ટમા આવી લેખીતમાં કાર્યવાહી કરવા અરજી આપી છે.
પિતાની આંદોલનની ચીમકી
દુગધા પોસ્ટમાંથી બિલગામ ગામે ટપાલ આવી હોય. કોઈ જવાબદારી જેવું હોય ન તેમ પોસ્ટ ખાતામા લાગી રહ્યું છે. એક નોકરીની તક આવે છે. તે પણ બે રોજગારોની હવે પોસ્ટ વીભાગની બેદરકારીને લઈ જતી રહે છે. રૂપિયા 5 ની ટીકીટ કોલ લેટર પર મધ્ય ગુજરાત વીજ કંપની ગોત્રીથી મારેલ હોય. આ ટિકિટની કોઈ વેલ્યુ નથી. તેવું પોસ્ટ વિભાગે જણાવ્યું છે. કારણ કે આ ટિકીટથી આવેલ ટપાલ ક્યારે આવી તે કહી શકાય નહીં. ત્યારે ઇન્ટરવ્યૂના કોલ લેટર પર આ ટીકીટ મારવાનો મતલબ શુ? તે હવે જવાબ બેરોજગાર માગી રહ્યા છે. બિલગામના મનુભાઈ આ બાબતે પોસ્ટ ધ્યાન નહીં આપે તો હું વડોદરા પોસ્ટ વિભાગની ઓફીસ પર જઈ આંદોલન કરીશની ચીમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.