છોટાઉદેપુર જિલ્લાના આંતરિયાળ વિસ્તારના આમતા, ડબ્બા, ગનીયાબારી, સાંકડીબારી, કુપ્પા, પીપળવાળી, વાડિયા, ખોખરા, છોટીઉમર, ખેંદા આ દસ ગામમાં જવા માટે ધારસિમેલ ગામ ફરીને જવું પડતું હતું. અડધો દિવસ આ ગામડાઓમાં પહોંચતા થતો હોય છે. જેને લઈ સાકળ(પી) થી આમતા રોડ બનાવવા માટે અવાર નવાર માંગ ઉઠી હતી.
સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ આ બાબતે સરકારમાં રજૂઆત કરી બે કરોડના ખર્ચે આ રોડ મંજૂર કરાવેલ. ત્યાબાદ જંગલ જમીનનો વિવાદ ઉઠ્યો હતો. ત્યારે પણ સંખેડા ધારાસભ્યે જાતે રસ લઈ પ્રશ્ન હલ કર્યો હતો. હવે આઝાદીના વર્ષો બાદ ડુંગર વિસ્તારના દસ ગામને જોડતો સાકળ(પી) આમતાનો પાકો ડામર રોડ બની રહ્યો છે.
ત્યારે વર્ષોથી દુઃખ ભોગવતાં ડુંગર વિસ્તારના 10 ગામોના લોકો માટે આ બની રહેલ રોડ સોનાનો નવો સુરજ ઉગ્યા સમાન છે. ડુંગર વિસ્તારનો સૌથી વધુ ઉંચાઈ ધરાવતો આ રોડ છે. હાલ પેવરથી ડામરની કામગીરી ચાલી રહી છે. પેવર ચલાવવું ખુબ મુશ્કેલ છે. છતાંય એસ ઓ જાતે હાજર રહી ગુણવતાયુક્ત કામગીરી થાય તે માટે ધ્યાન આપી રહ્યા છે.
પહેલા કાચા રસ્તા હતા, જો કે હવે ડામર રોડ બનતાં ડુંગર વિસ્તારમાં માત્ર 1 જ કલાકમાં જ પહોંચી જવાશે
પહેલાં કાચા રસ્તા હતા. ત્યારે ડુંગર વિસ્તારનો મુખ્ય કાચો રોડ આજે ડામરનો થઈ રહ્યો છે. જે ઉંચાઈ પર બની રહ્યો છે. એ જ સરકારની સિદ્ધિ છે. હું પણ મુલાકાત કરવાનો છું. પાકો રસ્તો બન્યો એ જ મારા માટે ખુશી છે. ડુંગર વિસ્તારના લોકો માટે મેં કંઈક કર્યું તેનો મને આનંદ છે. જે રોડના બાકી કામ છે તે પણ કરીશું. > અભેસિંહ તડવી, ધારાસભ્ય, સંખેડા
કામગીરીની ગુણવત્તા બાબતે ધ્યાન અપાઈ રહ્યું છે
જે નવીન ડામર બની રહ્યો છે તે બે કિલોમીટરનો રોડ છે અને ઉંચાઈ પર આવેલ છે. તેની કામગીરીમાં દરેક બાબતે ધ્યાન અપાઇ રહ્યું છે. ટ્રકો ડામર ભરી આટલી ઉંચાઈ પર આવે એમની સેફટી પણ જોવી પડે છે. પેવરનું પણ જોવું પડે છે. ડામર રોડની કામગીરીમાં કાર્પેટ 25 mm, સિલકોટ 12.5 mm નું માપ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.