વિકાસનું કામ થશેની આશા:જીતપુરા ગ્રા.પં.ના મહિલા સરપંચ સૌરાષ્ટ્રથી 28 દિવસે પરત આવ્યા

નસવાડી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોનું કામ થતું ન હોવાથી રોજગારી માટે સૌરાષ્ટ્ર ગયા હતા
  • ગ્રામ પંચાયતનો ચાર્જ લીધા બાદ તલાટીએ તેમનું કહ્યું કશું કર્યું નથી

નસવાડી નજીકની નનુંપુરા, જીતપુરા બે ગામની જીતપુરા ગ્રામ પંચાયતના સરપંચ જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા બાદ તેઓ સરપંચનો હોદ્દો છોડ્યો હતો. તેમની જગ્યાએ જીતપુરા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે મહિલા સરપંચને ચાર્જ અપાયો હતો. આદિવાસી ઉપ સરપંચને સરપંચનો ચાર્જ અપાયા બાદ તેમના વિસ્તારના ગામમા વિકાસનું કામ થશેની આશા હતી. જેમાં જીતપુરામા વિકાસનું કામ થશે તેમ લાગ્યું હતું. જેને લઈ મહિલા સરપંચ જીતપુરા ગ્રામ પંચાયતના તલાટીને ગામની સફાઈ તેમજ અન્ય કામગીરી બાબતે અનેકવાર રજુઆત કરી હતી પણ તલાટીએ ધ્યાન આપ્યું ન હતું.

જેને લઈ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તેમના પરિવાર સૌરાષ્ટ્ર ખાતે મજૂરી કામે ગયા હતા. તેઓ પણ ગ્રામજનોનો પ્રશ્ન હલ ન થતા તલાટીને જાણ કરી સૌરાષ્ટ્ર જતા રહ્યા હતા. 28 દિવસ સુધી સરપંચ સૌરાષ્ટ્રમા મજૂરી કામે જતા રહ્યા હતા. જીતપુરા ગ્રામ પંચાયતના સરપંચ સૌરાષ્ટ્ર ગયા હોઇ તલાટીએ ટીડીઓ કચેરીમા પણ રિપોર્ટ કર્યો ન હતો.

અને ગ્રામજનો દરરોજ ગ્રામ પંચાયતને લગતા કામ માટે અટવાઈ ગયા હતા. ગ્રામ પંચાયતમા ખાનગી કોન્ટ્રાકટરો કામગીરી કરે છે. તેઓએ અન્ય ગામના વિકાસને લગતા કામ કરેલ હોઇ પેમેન્ટ કરવાનું હોઇ સરપંચ હાલ જીતપુરા ગામે આવ્યા છે. એકંદરે ગ્રામ પંચાયતના તલાટી સરપંચનું કહેલ કામ કરતા ન હોઇ સૌરાષ્ટ્ર જવું પડ્યું હતું. તેમ ગ્રામજનો વાતો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...