આઝાદીના વર્ષો બાદ પણ નસવાડીના ડુંગર વિસ્તારના ગામડામા પાકા રસ્તા બન્યા નથી. પરંતુ ભાજપ સરકાર હાલ પ્રજા લક્ષિ વિકાસના કામની જે વાત કરે છે. તેમાં છેવાળાના માનવીની સરકાર ફીકર કરે છે. પરંતુ સરકારી તંત્રના મસમોટા પગાર લેતા અધિકારીઓને હવે કોઈ ફરક પડતો નથી. જેનું ઉત્તમ ઉદાહરણ છેલ્લા 20 દિવસથી સાંકડીબારી, ગનીયાબારી ગામના ગ્રામજનો સંપર્ક વિહોણા છે. છતાંય આર એન્ડ બી વિભાગથી લઈ તાલુકાનું તંત્ર ધ્યાન આપતું નથી.
સાંકડીબારીના ગ્રામજનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પહેલા જાતે રસ્તો સરખો કરવા લાગ્યા હતા. કારણ કે ગામના જીપ ચાલકની પત્નીને પ્રસુતિના દિવસ પસાર થઈ રહ્યા હતા. સોમવારના દિવસે ગ્રામજનો રસ્તો સરખો કરી જીપને ગામમા લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોટા ખાડા હોઇ રસ્તો બધી રીતે સરખો થયો ન હતો. જીપ ગામમા આવી ન શકી અને બીજા દિવસે રસ્તો સરખો કરવા માટે ગ્રામજનોએ ચર્ચા કરી હતી.
પરંતુ મોડી રાતના 12 વાગ્યા પછી જીપ ચાલકની પત્નીને પ્રસૂતાનો દુખાવો ઉપડ્યો હતો. ગામના ઘર દૂર દૂર હોઇ મહિલાને છોટીઉંમર કે જ્યા જીપ હતી ત્યાં ઉચકીને લઈ જવા માટે પૂરતા લોકો પણ ન હતા. ગામની બે મહિલાઓએ જીપ ચાલકની પત્નીને પ્રસુતી કરાવી હતી. સરકાર બાળક માતાના ગર્ભમા ઉછેર થાય ત્યાંથી લઈ બાળકનો જન્મ થાય ત્યાં સુધીની વાત કરે છે. પરંતુ સાંકડીબારીના ગ્રામજનો માટે જાણે એ લાગુ પડતું નથી. કાચો રસ્તો જાતે રિપેરિંગ કરવા મજબુર બન્યાના એહવાલ બાદ પણ જિલ્લા આર એન્ડ બી વિભાગે ધ્યાન આપ્યું નથી. ત્યારે એ અધિકારીઓની માનવતા હવે મરી પરવારી હોવાનું ગ્રામજનો જણાવ્યું છે.
20 દિવસથી બે ગામોમાં વાહનો જઈ શકતા નથી, જાતે રસ્તો બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ શક્ય ન બન્યું
20 દિવસથી બે ગામમા કોઈ વાહન જતું નથી. મારા ગામના લોકો ભેગા થઈ રસ્તો સરખો કરવા લાગ્યા પણ જેસીબીથી રસ્તો થાય તેમ છે. મારી પત્નીની ડિલિવરી જાતે ગામમા કોઈપણ સુવિધા વગર કરાવવી પડી હતી. અધિકારીઓ અમારા ગામના રસ્તા સરખા કરાવતા નથી. તો વિકાસની વાત શુ કરવાની. > અનિષભાઈ ડું ભીલ, ગ્રામજન
108 તો આઝાદીના વર્ષો બાદ પણ ગામમાં આવી નથી
આર એન્ડ બીની જવાબદારી છે. છતાંય નોટિસ મળશે, શુ થશે? ખુલાસો આપી છુટા થઈ જઈશું. તેવું બધા અધિકારીઓ સમજી ગયા છે. આ પરિસ્થિતિ અધિકારીઓના ઘરે સર્જાય તો શું થાય તેમ ગ્રામજનો પોતાની વેદના જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.