ક્રાઈમ:પતિ પ્રેમિકાને લઈ રાત્રે ભાગી જતાં પત્નીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

નસવાડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખલપુરા ગામે ઝેરી દવા પી આપઘાત કરનાર પત્નીની તથા ભાગી જનાર પતિની - Divya Bhaskar
નખલપુરા ગામે ઝેરી દવા પી આપઘાત કરનાર પત્નીની તથા ભાગી જનાર પતિની
  • નસવાડીના નખલપુરા ગામની ઘટના
  • પ્રેમિકાને લઈને ભાગેલ પતિ સાવલી ચેકપોસ્ટ પર ઝડપાયો

નસવાડીનાં નખલપુરા ગામે રહેતા અક્ષય મહેન્દ્ર ભીલ અને તેની પત્ની મહેશ્વરીબેન ભીલ વચ્ચે દોઢ વર્ષના લગ્ન સબંધ હોય બંને સુખી હતા પતિ ડ્રાઇવરની નોકરી કરતો હતો. હાલમાં 20 દીવસ પેહલા તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. હજુ નામ પાડવાનું બાકી હોય ત્યારે ગત રાતના અક્ષયનો ગામની જ એક છોકરી સાથે પ્રેમ સબંધ હોય તેને પત્ની બનવાનું કહી બન્ને રાતના બાઈક પર ભાગી ગયા હતા. મોડી રાતના ભાગેલ પરિણીત પતિ અને ગામની કુંવારી છોકરી વડોદરાના સાવલી ચેકપોસ્ટ પાસે પોહચ્યાં તો પોલીસે તેમને અડધી રાત્રે રોક્યા હતા. પૂછપરછ કરતા તેઓ પૂરતા જવાબ આપી ના શકતા નસવાડી પોલીસને જાણ કરાઈ હતી.

નસવાડી પોલીસ તેમને લેવા ગઈ હતી અને તણખલા પોલીસ મથકે લાવ્યા બાદ તેમની પૂછપરછ ચાલુ કરી હતી. તેવામાં ભાગેડુ પતિની ખબર તેની પત્નીને પડતાં તેને લાગી આવતા 20 દીવસના પુત્રને મૂકી તરત ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ તણખલા આઉટ પોસ્ટને થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જેમાં દવા પી આપઘાત કરનાર મહેશ્વરી ભીલ ખરેડાની હોય તેના માતા પિતા સૌરાષ્ટ્ર મજૂરી માટે ગયા હોય તેની લાશ પી એમ માટે નસવાડી મુકાઈ છે. 

જયારે પ્રેમીકાને ભગાડી જનાર એક પુત્રનો પિતા હાલ ચોધાર આશું સારી રહ્યો છે. જ્યારે એક બાળકની માતા મોતને વ્હાલ કર્યું અને એક કુંવારી છોકરીની ઈજ્જત ગઈ છે. ત્યારે સમાજના લોકો આવી ઘટનાને ગંભીરતાથી લે અને સમાજમાં સુધારો લાવવા પ્રયાસ કરવા જોઈએ હાલ તો સમગ્ર ઘટના ટોક ઓફ ટાઉન બની છે. 

અન્ય સમાચારો પણ છે...