ભરઉનાળે નસવાડી તાલુકાના અનેક ગામડા પાણી માટે તરસ્યા બનતા હોય છે. ત્યારે નસવાડીના કંકુવાસણ ગામે પાણી પુરવઠાનો સંપ સાથે ટાંકી તેમજ ઘરે-ઘરે નળની સુવિધાઓ અપાઈ છે. પરંતુ નળમાં ટીપું પાણી ગ્રામજનોને મળતું નથી.
જિલ્લાના અધિકારીઓ એક દિવસ આવે સૂચનો કરી જતા રહે છે પરંતુ પાણીની પરિસ્થિતિનું સચોટ નિરાકરણ લાવતા નથી. ત્યારે કંકુવાસણ ગામે વર્ષો જૂની ટાંકી છે. જે ટાંકીમાં ટીપું પાણી આવ્યું નથી તે ટાંકીમાં પાણી ઉપર ચડે તો લોકોના ઘરમાં નળ સુધી પાણી આવે. આ બધી બાબત પાણી પુરવઠા વિભાગને ખબર છે છતાંય પ્રશ્નો હતા ત્યાં ના ત્યાં જ છે.
કંકુવાસણ ગામના રમણભાઈ ભીલ ગ્રામજનના જણાવ્યા મુજબ એક નળમાં પાણી ન આવે તોય બીજી નવી પાણીની લાઈનો નંખાય છે છતાંય પાણી ક્યાં આવતું નથી .હાલમાં જ્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનું બિલ સપ્ટેમ્બર 2021નું આવ્યું છે. જે બિલની રકમ રૂ. 1,09,524 છે. ત્યારે જે પાણીની ટાંકીમાં પાણી આવ્યું નથી છતાંય આટલું મોટું બિલ આવે છે. તો ગ્રામ પંચાયત આ બાબતે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
પાણી પૂરવઠાને લગતી કામગીરીમાં ગામડામાં કામગીરી કરાય છે પણ પાણીની સુવિધાઓ મળતી નથી અને મસમોટા પાણીના બિલ કઈ રીતે આવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લાના અધિકારીઓ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે નહીં તો ઉનાળામાં ફરી એજ પાણીની પોકાર ઉઠશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.