સમસ્યા:9 કિમીમાં આવતા ગામોમાં હજુ 18મી સદીના જ રસ્તા છે

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કાચા રસ્તા હોવાના કારણે હાલની પરિસ્થિતિએ કુંડા જવાના રસ્તે જીપને ધક્કા મારવા પડે છે. - Divya Bhaskar
કાચા રસ્તા હોવાના કારણે હાલની પરિસ્થિતિએ કુંડા જવાના રસ્તે જીપને ધક્કા મારવા પડે છે.
  • ધારસિમેલ, હરખોડ, કુંડા, ગનીયાબારી, સાકડીબારી, કૃપામાં રોડ જ નથી
  • બે વર્ષ પેહલાં તત્કાલીન CM રૂપાણીને રજૂઆત કરાઈ હતી

નસવાડી તાલુકાના અનેક રસ્તા પુલ સ્લેબ ડ્રેઈન વર્ષોથી બાકી હતા તે સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીની રજુઆત બાદ બન્યા છે. પરંતુ નસવાડીના ડુંગર વિસ્તારના ધારસિમેલ, હરખોડ, કુંડા, ગનીયાબારી સાકડીબારી, કૃપા તેમજ અન્ય રસ્તા જેની લંબાઈ 9 કિમીની હોઇ આઝાદીના વર્ષો બાદ બન્યા નથી. ડુંગર વિસ્તારના ગ્રામજનો પાકા રસ્તા ન હોઇ હજુ પણ 18મી સદીમાં જીવતા હોય તેમ લાગે છે.

ડુંગર વિસ્તારના કાચા રસ્તા હોઇ 108 ઇમરજન્સી સેવા ગામડામાં જઇ શકતી નથી. સગર્ભા મહિલા અને બીમાર વ્યક્તિને હજુ પણ ઊંચકીને ઝોલામા નાખીને લાવવા પડે છે. ચોમાસાના ચાર માસ તો જીવન જીવવું ખૂબ મુશ્કેલ થઈ પડે છે. કાચા રસ્તા હોઇ બાઈક પણ જતી નથી. જેને લઈ ગામડાના લોકો આઠ કિલોમીટર પગપાળા અવર જવર કરે છે. જે બાબતને લઈ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને સરપંચો સાથે તાલુકાના આગેવાનો અને ધારાસભ્ય રૂબરૂ મળી રસ્તા બંને માટે રજૂઆત કરી હતી. તે વખતે રૂપાણીએ ધારાસભ્યને ખાતરી આપી હતી કે પહેલાં જે જરૂરિયાત મુજબના કામો છે તેના પર સરકાર ધ્યાન આપે છે. જે રસ્તા બાકી છે તે થઈ જશે. અને ત્યારબાદ અનેક રસ્તા, પુલ, સ્લેબ ડ્રેઈન નસવાડી તાલુકામાં નવીન બન્યા છે. પરતું ડુંગર વિસ્તારના કાચા રસ્તા હજુ બાકી છે.

નસવાડીના ડુંગર વિસ્તારના રસ્તાની રજૂઆત બે વર્ષ પેહલા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરાઈ હતી. તેની ફાઇલ તસવીર.
નસવાડીના ડુંગર વિસ્તારના રસ્તાની રજૂઆત બે વર્ષ પેહલા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરાઈ હતી. તેની ફાઇલ તસવીર.

હાલ મુખ્યમંત્રી સહિત બધા મંત્રી બદલાઇ ગયા હોઇ નવીન રોડની દરખાસ્તો ફાઈલોમાં પડી છે. ત્યારે કાચા રસ્તા નવીન બનાવવા માટે સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ રાજ્યના માર્ગ મકાન મંત્રી પૂર્ણશ મોદીને પત્ર લખી અને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. ડુંગર વિસ્તારના ગ્રામજનો પણ એક જ માગ કરી રહ્યા છે કે અમને કંઈ જોઈતું નથી બસ કાચા રસ્તાના દુઃખથી અમને છુટકારો આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...