તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ તારો વિકાસ ખાડામાં:કુંડા ગામના કાચા રસ્તે ગ્રામજનોથી વાહન લઈ જવાય છે પણ ધક્કા મારીને

નસવાડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કુંડાના રસ્તે જ્યા વરસાદ બાદ કટ પડ્યો હોય તે જગ્યાએ જીપ ચઢી ન શકતા ગ્રામજનોને ધક્કા મારવા પડે છે. - Divya Bhaskar
કુંડાના રસ્તે જ્યા વરસાદ બાદ કટ પડ્યો હોય તે જગ્યાએ જીપ ચઢી ન શકતા ગ્રામજનોને ધક્કા મારવા પડે છે.
  • વરસાદમાં કાચા રસ્તે પાઈપ પર પુરાણ હતું તે પણ વ્યવસ્થિત નથી
  • R&Bએ ધ્યાન ન આપતાં ગ્રામજનો હજુ સારા રસ્તાથી વંચિત છે

આઝાદીના વર્ષો બાદ પણ હરખોડ કુંડા ગામના કાચા રસ્તા પાકા બન્યા નથી. રેવન્યુ વિલેઝ છે હરખોડ અને કુંડાની વસ્તી 1500થી વધુની છે. ત્યારે થોડા દિવસો પહેલા કોંગ્રેસ પક્ષ પણ વિકાસ દિવસની ઉજવણી કુંડા જવાના આ રસ્તે અને જે જગ્યાએ પાઈપ મૂકી માટી પુરાણ આર એન્ડ બી કર્યું હતું. તેજ જગ્યાએ ‘ભાજપ તારો વિકાસ ખાડામાં’ ના સૂત્રો સાથે વિરોધ કર્યો હતો. ત્યારે આ જગ્યા એ આર એન્ડ બી દ્વારા વાહન ચાલકોની અવર જવર માટે બાજુમાં કાચો રસ્તો કર્યો છે તે રસ્તા પર જીપ જ ચઢી શકતી નથી.

બાઈક સવાર પણ જોખમ લઈ પસાર થાય છે. કારણ કે જીપ પસાર થાય તોય આગળથી ઉંચી થાય તેવો રસ્તો કર્યો છે. યુ આકાર જેવું હોય જીપમાં અનાજ કંઈ હોય તો ચઢી શકતી નથી અને ગ્રામજનો પહેલા આગળ ઉતરે છે પછી જીપને ધક્કા મારે છે. આ બાબતે જાગૃત નાગરિક દ્વારા નસવાડી આર એન્ડ બીમાં રજૂઆત કરાઈ હતી.છતાંય ધ્યાન અપાયું નથી.

આર એન્ડ બીએ રસ્તા વ્યવસ્થિત કર્યા છે ના રિપોર્ટ જિલ્લા સ્તરે મોકલી આપ્યા છે. પરંતું કુંડા ગામે જઈ ગ્રામજનોના નિવેદનો લેવા જોઈએ કાચો રસ્તો કેવો છે. દરરોજ રોજીદુ જીવન જીવતા ગ્રામજનો કઈક લેવા તો નસવાડી આવે પરતું દરરોજ આર એન્ડ બીએ કાચા રસ્તા સરખા કર્યા છે. ત્યાં જ ગ્રામજનો ફરજીયાત ધક્કા મારી જીપને ચઢાવે છે. તો કોઈ બીમાર હોય સગર્ભા મહિલાઓ હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય તે આ પરિસ્થિતિ જોઈ સમજી શકાય છે.

પાઈપ ઉપર માટી નાંખી વ્યવસ્થિત કરાય તો ઢાળ કપાઈ જાય
વર્ષોથી દુઃખ ભોગવીએ છે. રસ્તો પાકો બનતો નથી. વરસાદમાં તો અમે નસવાડી આવતા નથી. પણ વરસાદ ન હોય તો હિંમત કરી બહાર નીકળીએ છે. કાચો રસ્તો છે. પાઈપ ઉપર માટી અથવા બીજું કંઈ નાંખી વ્યવસ્થિત કરાય તો દરરોજ જીપોને ધક્કા ન મારવા પડે. આટલું તો કરી આપો એજ અમારી માગ છે.> બીજાભાઈ, ગ્રામજન કુંડા

અન્ય સમાચારો પણ છે...