તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:નસવાડીના ગામોમાં માત્ર ફોટો સેશન કરી રસીકરણ જાગૃતિનો કાર્યક્રમ સમય પહેલાં જ પૂર્ણ કરી દેવાયો

નસવાડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
વંકલા ગામે રસીકરણ જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ પતાવી રથ  ગઢબોરીયાદ સી એચ સી પર પોહચ્યો તેની તસવીર. - Divya Bhaskar
વંકલા ગામે રસીકરણ જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ પતાવી રથ ગઢબોરીયાદ સી એચ સી પર પોહચ્યો તેની તસવીર.
  • રસીકરણ જાગૃતિના શિડ્યુઅલ મુજબ વકલામાં 4-30 કલાકે કાર્યક્રમ હતો જે 2-30 વાગે જ આટોપી લેવાયો
  • જિલ્લાના અને તાલુકાના અધિકારીઓને ઉચ્ચ અધિકારીનો ડર નથી તેવી લોકોમાં ચર્ચા

કોરોના વેકસીન ગામડાના લોકો લેતા નથી. તેમજ અનેક પ્રશ્ન આ બાબતે જિલ્લા વહીવટી તંત્રથી લઈ ગાંધીનગર સુધી પોહચ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોના રસી ગ્રામજનો લે અને લોકો કોરોનાથી બચે માટે નવતર પ્રયોગ કરાઈ રહ્યા છે. જેને લઈ નસવાડી તાલુકાના 212 ગામમા ખાસ કોરોના વેકસીનને લઈ લોકોમા જાગૃતિ આવે માટે એક ટેબ્લો જે આકર્ષણનું કેન્દ્ર બને તે રીતે તૈયાર કરી ગામડામાં મોકલાયુ છે. જેની જવાબદારી તાલુકાના અધિકારીઓથી લઈ બધા જ કર્મચારીની છે અને એક ટીમ સાથે આ કાર્યક્રમ શરૂ કરાયો છે.

ત્યારે પહેલા દિવસે આ ટેબ્લો પાયાકોઈ ગામે રસીકરણ જાગૃતી સાથે શરૂ કરાયો હતો. જેના 4 દિવસ બાદ હવે આ ટેબ્લોના જે કાર્યક્રમ ગામડામા હોય છે. તેના કલાકો પહેલા તો કોરોના રસીકરણ જાગૃતિ અભિયાનના કાર્યકમ પૂર્ણ કરી દેવાયા છેની ચર્ચાઓ ઉઠી છે. જેમાં તારીખ 8 જૂનનારોજ વઘાચ, ખરેડા , ભાખા, ડણી, પખાડા(ખી), વકલાં આ 6 ગામમા રસીકરણ જાગૃતિ અભિયાન સવારના 9થી સાંજના 5-15 સુધીના સમયમા કાર્યક્રમો હતા. પરંતુ 2-30 વાગે વકલાં છેલ્લા ગામમાં રસીકરણ જાગૃતિનો કાર્યકમ પૂર્ણ પણ થઈ ગયો હતો.

જ્યારે બપોરના 3-30 કલાકે રસીકરણ જાગૃતિનો ટેબ્લો સી એચ સી ગઢબોરીયાદમા પહોંચી ગયો હતો. એટલે કાર્યક્રમ કલાકોમા પૂર્ણ કરી દેવાયા હતા. કોરોના રસીકરણની જાગૃતિ માટે સરકાર ચિંતિત છે. પરંતુ જિલ્લાના અધિકારીઓ ધ્યાન આપતા નથી અને તાલુકાના અધિકારીઓને હવે કોઈ ઉચ્ચ અધિકારીઓના ડર રહ્યા નથી. તેમ હવે ગ્રામજનોમાં ચર્ચાઓ ઉઠી છે.

જે કાર્યક્રમ પાછળ સરકાર ધ્યાન આપતી હોય પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કલાકોમા કાર્યક્રમો પૂર્ણ કરી દેવાય છે. ત્યારે ફક્ત ફોટો સેશન કરી આ રસીકરણ જાગૃતિનો કાર્યક્રમ પૂર્ણ કરાય છેની ગામે ગામ હવે ચર્ચાઓ ઉઠી છે આ રીતે કોરોના રસીકરણ જાગૃતિ ચાલશે તો ગામ્ય વિસ્તાર મા જાગૃતિ ના અભાવ રહેશે તેમ જાગૃત યુવાનો જણાવ્યું છે.

અધિકારીને જવાનું કહેતા હું ગઢબોરીયાદ સીએચસીમાં ટેબ્લો લઈ પરત આવ્યો
બપોરના 3-30 વાગે હું ગઢબોરીયાદ સીએચસીમાં ટેબ્લો લઈ પરત આવી ગયો. 6 ગામ ફરી લીધા છે. મને જે અધિકારી કહે તમે જાવ એટલે હું કાર્યક્રમ પતે એટલે જેતે સ્થળ પર આવી બેઠો છું. હવે કાલે જવાનું છે. - પ્રવીણભાઈ પરમાર, ટેબ્લો લઈ ફરનાર ડ્રાઈવર

અન્ય સમાચારો પણ છે...