તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં ભય:નસવાડીમાં રસ્તા ઉપર ઉભેલી ટ્રક નીચે 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો

નસવાડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

નસવાડી તાલુકા પંચાયત આગળ અને રોડની બાજુમાં ભૂગર્ભ ગટરનું કામ થયું છે. સાથે અન્ય ગટર અને નસવાડીની પાણીની લાઈનનું કામ અને હાલમા કેબલ નાખવા માટેના પાઈપ, અન્ડર ગ્રાઉન્ડ જમીનમાંથી પસાર કરાયા છે. તે જગ્યા પર સવારે એક ટ્રક ઉભી હતી. જે ટ્રકના ટાયર પાસે જ અચાનક મોટો ભુવો પડ્યો હતો. ટ્રક ચાલક તરત ટ્રકને બહાર કાઠી હતી. પરતું તરત જ મોટો ભુવો પડતા લાગતા આજુબાજુના ગ્રામજનો ભુવો પડતા જોઈ ભયભીત બન્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ભુવો પડ્યો તેની અંદર પાણી દેખાઈ રહ્યું છે. એટલે માટી બેસી ગઈ છે. સાંજ સુધી 10 ફૂટ ઊંડો ભુવો એમનો એમ પડી રહ્યો હતો. નસવાડી તાલુકા પંચાયતમા કામ અર્થે મોટી માત્રમા લોકો આવે છે. અજાણતા કોઈ વાહન ચાલક ભુવામાં પડી જાય તે પેહલા તંત્ર તત્કાલ હવે આ ભુવાને પુરાવે તે જરૂરી છે. બાકી કોઈ ઘટના બને તો જવાબદાર કોણ?

અન્ય સમાચારો પણ છે...