તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિકજામ:નસવાડીમાં ગરનાળાની કામગીરીની બાજુમાં રહેલ ડાયવર્ઝન પર ટ્રક ફસાઈ

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિકજામમાં કલાકો સુધી વાહનચાલકો હેરાન બન્યા
  • આરએન્ડબીના અધિકારીઓ કામગીરી પ્રત્યે ધ્યાન આપતા નથી : ગ્રામજનો

નસવાડી ટાઉનમાંથી છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બીનો રોડ પસાર થાય છે. જે રોડ નવીન બનાવની કામગીરીથી લઈ નસવાડી ટાઉનના જલારામ મંદીર પાસે અને સ્ટેશન રોડ પર વર્ષો જુના ગરનાળા તોડી નવીન સ્લેબ ડ્રેઈન બનાવની કામગીરી કરાઈ રહી છે. જે તમામ કામગીરી છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બીની દેખરેખમા આવે છે.

નસવાડીના જલારામ મંદીર પાસે પહેલા સ્લેબ ડ્રેઈન બન્યો ત્યાં પણ હાલ જે પુરાણ કર્યું હતું. તે બેસી ગયું છે. વાહનો થપકાય છે. પરંતુ ફરી નવું પુરાણ કરાયું નથી અને વાહન ચાલકો દુઃખી છે. ત્યારે વધુમા સ્ટેશન રોડના સ્લેબ ડ્રેઈનની બાજુના ડાઈવરજનમાં સાઈડની માટી બેસી ગઈ છે. તો ત્યાં એજનસી એ વ્યવસ્થિત વાહન ચાલે તે રીતે કામગીરી કરવી જોઈએ. પરતું કોઈને કઈ પડી નથી. કેટલાય વાહનો ફસાયા, બાઈક સવારો પટકાયા. પરંતુ સ્ટેટ આર એન્ડ બીના અધિકારી નસવાડી આવે તો ખબર પડે મુશ્કેલી શુ છે. આખરે ડાઈવરજનમા ટ્રક ફસાઈ સાથે જોઈન્ટ તૂટી જતા કલાકો સુધી વાહન ચાલકો હેરાન થયા હતા. નસવાડી ટાઉનમાં આટલું મોટું કામ હોય પરંતુ અધિકારી ઓન સારા સંબંધો હોય છોટાઉદેપુર બેઠા બેઠા કામનું નિરીક્ષણ કરાય છેનું ગ્રામજનો આક્ષેપ કર્યા છે. નસવાડી ગ્રામજનોએ અધિકારીઓને જોયા પણ નથી. તો ફરિયાદ કોને સ્થળ પર કરવીનું જાગૃત નાગરિક રાજુભાઈ ભીલ દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...