તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ટ્રેક્ટરની ટ્રોલી પાછળથી ફરી જતાં કોઝવેમાંથી અશ્વિન નદીમાં ખાબકી

નસવાડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુકાવટી અશ્વિન નદીના લો લેવલ કોઝવેથી ટ્રેકટર પલટી ગયું હતું. - Divya Bhaskar
કુકાવટી અશ્વિન નદીના લો લેવલ કોઝવેથી ટ્રેકટર પલટી ગયું હતું.
  • કુકાવટી, વાઘીયા તરફ જતા અશ્વિન નદીના લો લેવલ કોઝવે પાસેની ઘટના
  • ટ્રેક્ટર ચાલક સાથે મજૂરો ટ્રેક્ટરમાંથી નીચે કૂદી પડતાં મોટી દુર્ઘટના ટળી

નસવાડીથી કુકાવટી, વાઘીયામહુડા તરફ જતા ડામર રોડ પર કુકવટી ગામ પાસે લો લેવલનો કોઝવે આવેલ છે. અશ્વિન નદી પર બનેલા આ કોઝવેની આજુબાજુ રેલિંગનો અભાવ છે. અવાર નવાર અનેક ઘટનાઓ બની છે. ત્યારે ખેડૂતના મકાનના કામને લઈ ચામેઠા ગામનું એક ટ્રેકટર નસવાડી આવ્યું હતું. જે ટ્રેકટરમા થોડું નદીનું ગ્રેવલ ભરેલું હોય જે કોઝવેથી પસાર થતા ઢાળવાળો ભાગ હોય ટ્રેકટરની ટોલી પાછળથી ફરી ગઈ હતી અને ચાલક સાથે અન્ય મજૂરો ટ્રેકટરમાંથી કૂદી પડ્યા હતા. જેને લઈ મોટી ઘટના ટળી છે.

હાલ ઉનાળુ હોય અશ્વિન નદીમા પાણી ન હોઈ ટ્રેકટરને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે રેલિંગનો અભાવ હોઈ અને વર્ષો જૂનો આ લો લેવલનો કોઝવે હોઈ હજુ નવીન બનાવવા માટે મંજુર થયો નથી. ત્યારે હાલ કોઝવેની આજુબાજુ રેલિંગ લાગે તે જરૂરી છે. જેને લઈ કોઈ મોટી ઘટના બનતી અટકી શકે આ બાબતે નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગ ધ્યાન આપે તેવી લોક માંગ છે.

અન્ય સમાચારો પણ છે...