ભાસ્કર વિશેષ:કુકરદામાં બનેલા માટી મેટલના રસ્તા ધોવાતાં ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા

નસવાડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કુકરદા ગામે બનેલ માટી મેટલના રસ્તા ધોવાઈ ગયા છે જે તસવીરમાં જણાય છે. - Divya Bhaskar
કુકરદા ગામે બનેલ માટી મેટલના રસ્તા ધોવાઈ ગયા છે જે તસવીરમાં જણાય છે.
  • નસવાડી તાલુકા પંચાયતમાંથી નરેગા યોજના હેઠળ ગયા વર્ષે જ રસ્તા બનાવવામાં આવ્યા હતા
  • કાચા રસ્તાને ફરીથી વ્યવસ્થિત કરવા ગ્રામજનોની માગ

નસવાડી તાલુકાનું સૌથી મોટું ગામ કુકરદા છે. જે ગામમાં સૌથી વધુ ફળીયા આવેલ છે. કુકરદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠક વર્ષોથી છે. પરંતુ આ વિસ્તારના પેટા ફળીયા સુધી પાકા રસ્તા આજે પણ બન્યા નથી. વર્ષે લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટ ગ્રામ પંચાયતમાં આવે છે. પરંતુ આજે પણ આ ગામની મુલાકત લેવાય તો મોટા ભાગના ફળીયામા આરસીસી પાકો રસ્તો નથી. વર્ષોથી દુઃખ ભોગવતા વિસ્તારના ગ્રામજનોની સુવિધા માટે ગયા વર્ષે નસવાડી તાલુકા પંચાયતમાંથી નરેગા યોજના હેઠળ માટી મેટલના રસ્તા બનાવાયા છે. જે રસ્તાનું ચોમાસામા વરસાદને લઈ ધોવાણ થયું છે.

માટી મેટલના રસ્તા એટલી હદે ધોવાયા છે કે ગ્રામજનો હવે બાઈક પણ રોડ વચ્ચે પડેલ ઊંડા ખાડામા ચલાવવા મજબૂર બન્યા છે. આંબા બાર ફળીયાથી અન્ય ફળીયા તરફ જતા અંદાજિત એક કિલોમીટરના માટી મેટલના રોડનું ધોવાણ થયું છે. ત્યારે તાલુકાનું વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત તત્કાલ સ્થળની મુલાકત કરી ગ્રામજનોની સુવિધા માટે બનેલ કાચા રસ્તાને ફરી વ્યવસ્થિત કરે તેવી ગ્રામજનોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...